ગુજરાત હાઈકોર્ટે રાજ્ય જાહેર સેવા આયોગ(જીપીએસસી)ને “સંપૂર્ણ લિંગ અસંવેદનશીલતા” બાબતે ફટકાર લગાવી છે. બે દિવસ પૂર્વે જ બાળક મને જન્મ આપનારી માતાએ ઇન્ટરવ્યૂની તારીખ બદલાવવા માંગ કરી હતી જે માંગ જીપીએસસી દ્વારા ફગાવી દેવામાં આવી હતી. જે મામલો હાઇકોર્ટ સુધી પહોંચતા અદાલતે આયોગ સામે નારાઝગી દર્શાવી હતી. આ મામલે અદાલતે આયોગને નોટીસ ફટકારી જવાબ માંગ્યો છે.

ગર્ભાવસ્થામાં ઇન્ટરવ્યૂ માટે આવવા અસમર્થ હોવાથી મહિલાએ અન્ય વિકલ્પ આપવા રાજ્ય જાહેર સેવા આયોગને કરી હતી વિનંતિ

મગ્ર મામલાની વાત કરવામાં આવે તો એક મહિલાએ આસિસ્ટન્ટ મેનેજર (નાણા અને એકાઉન્ટ્સ) વર્ગ 2ની લેખિત પરીક્ષા પાસ કર્યા બાદ તેણે ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવી હતી. જે સમયે મહિલાએ બાળકને જન્મ આપ્યો હોવાથી મહિલાએ ઇન્ટરવ્યૂની તારીખ બદલાવી આપવા અન્યથા કોઈ બીજો વિકલ્પ આપવા આયોગને વિનંતી કરી હતી. જે વિનંતી આયોગ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. જે બાદ હાઇકોર્ટએ આ પોસ્ટ માટે ઇન્ટરવ્યુના પરિણામો જાહેર ન કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો જેના માટે મહિલાએ અરજી કરી હતી.

કોર્ટે 9 જાન્યુઆરીના રોજ આપેલા આદેશમાં નોંધ્યું હતું કે, પીટીશનમાં ઉઠાવવામાં આવેલી ફરિયાદ સૌથી પવિત્ર કુદરતી પ્રક્રિયાઓમાંની એક એટલે કે બાળકને જન્મ આપવા પ્રત્યે ઉત્તરદાતાઓની સંપૂર્ણ લિંગ અસંવેદનશીલતાને પ્રતિબિંબિત કરે છે.

2020 માં જીપીએસસી દ્વારા જાહેરાત કરાયેલ પોસ્ટ માટે પસંદગી માટે લેખિત પરીક્ષા પાસ કરનાર અરજદારને 18 ડિસેમ્બર, 2023 ના રોજ 1 અથવા 2 જાન્યુઆરી, 2024 ના રોજ ઇન્ટરવ્યુની માટે આવવા વિશે જાણ કરવામાં આવી હતી. તે જ દિવસે અરજદારે જીપીએસસીને એક ઇમેઇલ લખ્યો હતો કે તેણી ગર્ભવતી છે અને તેણીની નિયત તારીખ જાન્યુઆરી 2024ના પ્રથમ સપ્તાહમાં જ ડિલિવરી છે. જે તબક્કામાં લગભગ 300 કિમી દૂર ગાંધીનગર સુધી મુસાફરી કરવી તેના માટે અશક્ય હશે.

અરજદારે 31 ડિસેમ્બર, 2023 ના રોજ બાળકને જન્મ આપ્યો હતો અને જીપીએસસીને ઈમેલ દ્વારા જાણ કરી હતી કે તેણીએ હમણાં જ એક બાળકને જન્મ આપ્યો છે અને વિનંતી કરી હતી કે ઇન્ટરવ્યુ કાં તો મુલતવી રાખવામાં આવે અથવા તેણીને તેના માટે વૈકલ્પિક ઉકેલ આપવામાં આવે.

તેના જવાબમાં જીપીએસસીએ અરજદારને 2 જાન્યુઆરીના રોજ ઇન્ટરવ્યુ માટે હાજર રહેવા જણાવ્યું હતું અને કહ્યું હતું કે તેણીને વધુ સમય આપવામાં આવશે નહીં.

જ્યારે ઉમેદવાર દ્વારા વાજબી વિનંતી કરવામાં આવી હતી ત્યારે જીપીએસસી પર તેનો નિર્ધાર હતો કે ઇન્ટરવ્યુ પ્રક્રિયાને મુલતવી રાખવામાં આવે અથવા ઓનલાઈન ઇન્ટરવ્યુ જેવો વૈકલ્પિક ઉકેલ પૂરો પાડે તેવું કોર્ટે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.