રાજકોટ મહાનગરપાલીકાના ભાજપના શાસકો દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં પાણીની વેરામાં 8 ટકા જેવો તોતીંગ વધારો કરવામાં આવ્યો છે. રાજકોટની વસતી અને વિસ્તારમાં સતત વધારો થઈ રહ્યો છે.જેનીસામે સ્થાનિક જળસ્ત્રોતની સંખ્યામાં કોઈ જ વધારો થયો નથી. જેટ ગતિએ વિકાસ પામી રહેલું રાજકોટ પાણી પ્રશ્ર્ને રાજય સરકારની રહેમરાહ પર નિર્ભર છે. બીજા શબ્દોમાં કહીએ તો પાણીદાર રાજકોટ પાણી માટે નર્મદાના નીર પર નિર્ભર છે. પાણી વેરામાં કોર્પોરેશન દ્વારા રાજકોટવાસીઓને અધધધ 64.04 ટકા જેટલી તોતીંગ સબસિડી આપવામાં આવે છે.
વોટર વર્કસ શાખાનો ખર્ચ વાર્ષિક રૂ.124.78 કરોડ જેની સામે પાણી વેરા પેટે આવક માત્ર 44.87 કરોડ જ
શહેરમાં 337264 નળ જોડાણ: પ્રતિ એમએલડી દીઠ ખર્ચ 9245.79 રૂપીયા: પાણી વેરામાં આ વર્ષ તાતેીંગ વધારો ઝીંકાયો છતા આવક-જાવકમાં મોટો તફાવત
ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં ભાજપના શાસકો દ્વારા 13 વર્ષ બાદ પાણી વેરામાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ રહેણાંક હેતુમાટેનો પાણી વેરાનો દર રૂા. 840 અને બિન રહેણાંક હેતુ માટેનો પાણી વેરાનોદર રૂ. 1680 વસુલવામાં આવતોહતો એપાર્ટમેન્ટને અપાતા સમ્પ વોટર કનેકશનનો ચાર્જ અલગ અલગ હતો. દરમિયાન ચાલુ વર્ષના બજેટમાં રહેણાંક હેતુ માટેના નળ જોડાણમાં જે પાણી વેરો રૂ.840 વસુલવામાં આવતો હતો તે વધારીને રૂ. 1500 કરવામાં આવ્યો છે. જયારે બિન રહેણાંક હેતુ માટેના નળ જોડાણ માટે વસુલાતો વોટરચાર્જ રૂ. 1680 વધારી રૂ. 3000 કરવામાં આવ્યોહતો. પાણી વેરામાં 78 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. તોતીંગ વધારો કરવા છતા આજે પણ વોટર ચાર્જમાં 64.04 ટકા જેટલી તોતીંગ સબસિડી આપવામાં આવી રહી છે.
રાજકોટના 18 વોર્ડમાં કુલ 3,37,264 નળજોડાણ છે. વોટણવર્કસ શાખાનો પગાર, પાણી વિતરણ, વીજ બીલ, મેઈનટેનન્સ, સહિતનો વાર્ષિક ખર્ચ રૂ.124.78 કરોડ જેવો થાય છે. આ ખર્ચમાં દર વર્ષ ક્રમશ: વધારો થતો રહે છે. કારણે વોટરવર્કસ શાખાનાં કર્મચારીઓનાં પગામાં વધારો, મેઈન્ટેનન્સનો ખર્ચ વધવાના કારણે પાણી વિતરણ માટેનો ખર્ચ સતત વધી રહ્યો છે. 2022/23માં વોટર વર્કસ શાખાને વોટર ચાર્જીસ પેટે રૂ. 44.87 કરોડની આવક થવા પામી છે. ખર્ચની સામે માત્ર 35.96 ટકા જ આવક થવા પામે છે. આજની તારીખે પાણી વેરામાં રાજકોટવાસીઓને 64.04 ટકાની તોતીંગ સબસીડી આપવામાં આવી રહી છે.
વર્ષ 2022/23માં જુદા જુદા જળ સ્ત્રોતમાંથી 134964 એમએલડી પાણીનો ઉપાડ કરવામાં આવ્યો હતો. પ્રતિ એમએલડી પાણીનો ખર્ચ રૂ. 9245.79 જેવો થવા પામે છે. પ્રતિ કિલો લીટર પાણી કોપોરેશનને મીનરલ વોટર કરતા પણ મોંઘુ પડી રહ્યું છે. જથ્થાબંધમાં મિનરલ વોટરની એકલીટરની બોટલ રિટેઈલ વેપારીઓને રૂ. 8 થી 9માં આપવામાં આવે છે. જે રિટલરો રૂ.20માં વેચે છે. જયારે કોર્પોરેશનને પગાર સહિત ખર્ચનો હિસાબ કરવામાં આવે તો એક કિલોલીટર પાણીરૂ. 9.25માં પડે છે.
નળ જોડાણ દીઠ હિસાબ કરવામાં ્રઆવે તો રૂ. 3699.92નો ખર્ચ થાય છે. વર્ર્ષોથી એવુંકહેવામાં આવે છે પાણી પારસમણી છે. પાણી સોનાથી પણ વધુ કિંમતી છે.પાણીની કિંમત સમજીએ તેનો ઉપયોગ કરવામા નહી આવે તો ભવિષ્યમાં પૈસા આપતા પણ પાણી નહી મળે.
નળ જોડાણ દીઠ ખર્ચ રૂ. 3699.92
રાજકોટમાં 3,37,264 નળ જોડાણ કોર્પોરેશન દ્વારા આપવામાં આવ્યા છે. આ ઉપરાંત હજારોની સંખ્યામાં ભૂતિયા નળ જોડાણ ધમધમી રહ્યા છે. કોર્પોરેશનની વોટર વર્કસ શાખાનો વાર્ષિક ખર્ચ રૂ. 124.78 કરોડથીપણ વધુનો થાય છે.જેની સામે પાણી વેરા પેટે થતી આવક માત્ર રૂ. 44.87 કરોડ જેવી જ છે. નળ જોડાણ દીઠરૂ. 3699.92નો ખર્ચ થાય છે.જેની સામે રહેણાંક હેતુનો વાર્ષિક ચાર્જ રૂ.1500, બિન રહેણાંક હેતુ માટે રૂ. 3000 વસુલ કરવામાં આવે છે. સમ્પ કનેકશનનો ચાર્જ અલગ અલગ વસુલ કરવામાં આવે છે.પાણી વેરાનો દર બમણાથી પણ વધુ કરવામા આવે તો પણ સબસિડીની ટકાવારી ઘટાડી શકાય છે. પરંતુ આ શકય નથી.
પીવાનું શુધ્ધ પાણી આપવું કોર્પોરેશન પ્રથમ જવાબદારી
લોકોને લાઈટ, પાણી રોડ રસ્તા અને સફાઈની પ્રાથમિક સુવિધા આપવી તે સ્થાનિક સ્વરાજયની સંસ્થાની પ્રથમ જવાબદારી છે. રાજકોટ મહાનગર પાલીકા દ્વારા શહેરીજનોને નળ વાટે 20 મીનીટ પાણીઆપવામાં આવે છે. વોટર ચાર્જીસમાં 64 ટકા જેટલી તોતીંગ સબસીડી આપવામાંઆવી રહી છે. મહાપાલિકાના શાસકોએ પાણી પ્રશ્ર્ને થોડા ઘણા અંશે પણ આત્મનિર્ભર બનવા માટે પ્રામાણીક પ્રયાસો હાથ ધરવા જોઈએ.
પાણી વેરામાં દર વર્ષ વધારો કરવો જરૂરી શહેરીજનોએ પણ માનસિકતા બદલવી પડશે
પાણીનો ખર્ચ સતત વધી રહ્યા છે. માંગમાં પણ વધારો થઈ રહ્યો છે. રાજકોટ પાણી પ્રશ્ર્ને નર્મદાના નીર પર આધારીત છે. અબજો રૂપીયાનું લેણુૂ હોવા છતાં રાજય સરકાર દ્વારા માંગે ત્યારે નર્મદાનું પાણી આપવામાં આવે છે. મતદારો નારાજ થઈ જશે તેવા ડરના કારણે કોર્પોરેશનના શાસકોદ્વારા પાણી વેરામાં વધારો કરવામાં આવતોનથી 13 વર્ષ બાદ ચાલુ સાલના બજેટમાં પાણી વેરામાં 78 ટકાનો વધારો કરાયો હતો. દર વર્ષ પાણી વેરામાં થોડો ઘણો વધારો કરતું રહેવું જોઈએ. 500થી 600 લીટરની પાણીની રીક્ષાને જેટલા ભાવ હાલ ચાલી રહ્યા છે તેનાથી પણઓછા ભાવે કોર્પોરેશન દ્વારા આખુ વર્ષ પીવાનું શુધ્ધ પાણી આપવામા આવી રહ્યું છે. રાજકોટવાસીઓએ પણ પોતાની માનસિકતામાં થોડો ફેરફાર કરવો જરૂરી છે. મફતના ભાવે કોર્પોરેશનનું પાણીલઈ લેવાના બદલે જયારે પાણી વેરામાં વધારો થાય ત્યારે તેનો કોઈપણ પ્રકારના વિરોદ વગર સ્વિકાર કરવો જોઈએ.