સુષ્ટિનું સૌથી પુરાતન અને અનાતન સાહિત્ય એટલે વેદ ઇ.સ. પૂર્વ કેટલાય શતાબ્દી પહેલા નિર્મિત ઋગ્વેદ માત્ર પંચ મહાભૂતોની શ્ર્લોક સ્તુતિ કાવ્ય માત્ર નથી પરંતુ આજના વિજ્ઞાનને પણ વિમાષણમાં મેલે એવા મહા-ભવ્ય જ્ઞાનથી પણ ભરપુર છે. આ સૌથી પ્રાચીન મનતા વેદમાં 10 મંડલ અને 10પપર મંત્રો છે. તેના રચયિતા ઋષિમુનિ મહર્ષિઓએ નિસર્ગના મુળ તત્વો, અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી અને આકાશ ઉપરાંત સૂર્ય અને ચંદ્રને પણ અગ્રીમ સ્થાન આપેલ છે. આયાજ સૂર્યના ઉપાસક હતા. દક્ષિણાયન અને ઉત્તરાયણએ તેમની મૌલિક વૈજ્ઞાનિક શોધ છે. સૂર્ય અને ચંદ્ર દ્વારા જ વનસ્પતિ અને પ્રાણીઓનું પાલન પોષણ સંવર્ધન અને રક્ષણ થાય છે એવું વેદ કહે છે. આ દિવ્ય (સૂર્ય) ના અનેક મંત્રો ઋગ્વેદમાં છે.
આ પાવન દિવસે દાન-પૂણ્ય અને સ્નાનનું અનન્ય મહાત્મ્ય
સૂર્ય આત્મા જગત સ્થુષરચ અર્થાત સૂર્ય સંસારની સમસ્ત સ્થાવર, જંગમ મિલ્કતનો આત્મા છે. સંસારના તમામ પ્રાણીઓ અને એનો સંપૂર્ણ ભૌતિક વિકાસ સૂર્ય સત્તા ઉપર સ્થિત છે. સૂર્ય શકિતથી જ સર્વે સુખો શકય બને છે. સૂર્ય પોતાના દિવ્ય ભવ્ય સપ્તરંગી રશ્મિથી સૃષ્ટિના કાણે-કણમાં પ્રાણનો સંચાર કરે છે. ચાહે એ વનસ્પતિ પ્રકાશ સંશ્ર્લેષણ દ્વારા હવામાંથી આહાર ખેંચી ફલોરોફિલ ઉદગમ સ્થાન એક જ છે, અવકાશમાંથી પ્રાણશકિતની અદભુત અલૌકિક અમૃત વર્ષા કરતો અખૂટ શકિતનો અક્ષય ભંડાર ભગવાન ભૂવન ભાસ્કર
અથર્વવેદે ભગ ઐવં ભગવાન અસ્તુ દેવ: દ્વારા જ ભગવાન અને જગત ઉત્પન્ન કર્તા ભગવાન ભાસ્કરને જ બતાવાયા છે. ગાયત્રિ મંત્રમાં પણ અંધકારમાંથી પ્રકાશના પંથે લઇ જવા પ્રભાકર પ્રભુને પ્રાર્થના કરવામાં આવી છે. આવા પરમ પાવક પ્રચંડ પ્રભાવક ભગવાન ભૂવન ભાસ્કર એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રમણ કરે એનું નામ સંક્રાંતિ, સૂર્ય લગભગ તા. 14/15 કે 16 ના એક રાશિમાંથી બીજી રાશિમાં એટલે કે ક્રમશ બાર રાશિઓ પૈકી દરેક રાશિમાં એક એક માસ ભ્રમણ કરતો હોઇ, વરસમાં બાર સંક્રાંતિ આવે, આમા મકરસંક્રાંતિનું વિશેષ મહિમા અને મહત્વ છે. આને સંકુચન અને પ્રસારણ ક્રિયા પણ કહી શકાય, અંકુચન ક્રિયા અમૃતમય છે. જયારે પ્રસારણ ક્રિયા વિષયમ આને સરળતાથી સમજી એ તો પ્રાણી માત્ર સંકુચન પ્રસારણ પામતા પામતા એટલે કે બાલ્યાવસ્થાથી આગળ વધતા વધતા અંતે વૃઘ્ધાવસ્થાને વહી મૃત્યુ ને ભેટે છે. આ સંકુચન, વિસ્તરણ પ્રસારણ કાળને આમાન્યત બે ભાગમાં વહેંચી શકાય. (1) શિતકાલ અને (ર) ઉષ્ણકાલ સૂર્ય જયારે સંકુલન એટલે કે શીતકાલનું અવલંબન લે ત્યારે પૃથ્વી ઉત્તરીય ગોલ તરફ ઝૂકે છે. આ ઉત્તરીય ગોલને આપણાં આર્ષ દ્રષ્ટાએ ઉત્તરાયન નામ આપ્યું, જયારે અને પૃથ્વી દક્ષિણ તરફ ઝૂકે ત્યારે દક્ષિણાયન મકરથી મિથુન રાશિ સુધીના સૂર્ય ભ્રમણ અયન ગમનને ઉતરાયણ કહેવાય.
આ પાવન પર્વની સવિશેષ મહિમા અને મહત્તા છે. આ દિવસે દાન અને સ્નાનનું અદકેરું મહત્વ અને મહાત્મય છે. આ દિવસે પ્રયાગ હરિદ્વાર, પુષ્કર, નાસિક વિગેરે પવિત્ર સ્થળે લોકો શ્રઘ્ધા પૂર્વક સ્નાન કરી યથાશકિત અવશ્ય દાન કરે છે. આ દિવસે ગંગા સાગર સ્નાનનો તો અનેરો મહિમા છે. કહેવાય છે કે સબ તિરથ બાર બાર, ગંગાસાગર એક બાર કહેવાય છે કે વર્ષ દરમ્યાન આ દિવસોમાં એક સપ્તાહ સમુદ્રમાંથી આ ટાપુ બહાર આવે છે, અને એટલે જ આ અદભુત ઘટનાને આસ્થાથી વધાવતા લાખો શ્રઘ્ધાળુઓ મકર સંક્રાંતિના દિવસે અહિ સ્નાન કરી કૃતાર્થ થયાની લાગણી અનુભવે છે.
પંજાબમાં આ તહેવાર લોહડીના નામે મનાવાય છે. આ દિવસે તેઓ વૈદિક પરંપરા મુજબ મકાનથી ખીર તથા રેવડી યજ્ઞમાં અર્પણ કરી આ ઉત્સવ ઉત્સાહ ભરે ઉજવે છે. તો મહારાષ્ટ્રીયનનો એક બીજાને ‘તિળ ગુડ દયા, ગુડ ગુડ બોલા’ અર્થાત તલ ગોળ ખાવ અને મીઠું મીઠું બોલો, એક બીજાને તલ અને ગોળ ખવડાવી આ મહોત્સવ મનાવે છે. સીંધી લોકો આ તહેવારને ‘તિલીમુરી ’ કહે છે. તામિલનાડુ, આંધ્ર પ્રદેશમાં આ પર્વ પોંગલ તરીકે ઉજવે છે. તો કેરળમાં એને ‘તઇ-પોંગલ’ કહે છે. આજનો દિવસ સરસવ, ઘંઉ વિગેરેની કાપણી માટેનો શુભ મુહુર્ત કહેવાય છે. આજના દિવસે પતંગ ઉડાળવાનો પણ અનેરો મહિમા છે.