રાજકોટ સમાચાર
રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા અર્જુન ખાટરીયાને કોંગ્રેસ પક્ષે તાત્કાલિક અસરથી તમામ પદેથી દૂર કરવાનો નિર્ણય જાહેર કર્યાની ગણતરીની મિનિટોમાં અર્જુન ખાટરીયાએ ભગવો ધારણ કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. પ્રાપ્ત વિગત અનુસાર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલના વિપક્ષી નેતા અર્જુન ખાટરીયાને તમામ પદેથી દૂર કરવાનો નિર્ણય કોંગ્રેસ પક્ષે જાહેર કર્યો છે. જેની ગણતરીની મિનિટોમાં જ અર્જુન ખાટરીયાએ ભાજપમાં જવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ખાટરીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, કોંગ્રેસ પક્ષને 25 વર્ષ આપ્યા બાદ હવે તેઓ વિકાસની રાજનીતિ સાથે આગળ વધશે. ટૂંક સમયમાં તેઓ જિલ્લા પંચાયતના સદસ્યો, કાર્યકરો તેમજ સહકારી ક્ષેત્રના આગેવાનો સાથે ભાજપમાં જોડાશે.