મદ્રાસ હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે જેમાં અદાલતે નોંધ્યું છે કે, ચાઈલ્ડ પોર્ન જોવું ગુનો ગણી શકાય નહિ. હાઇકોર્ટે એવુ અવલોકન કર્યું છે કે, ચાઈલ્ડ પોર્નનું ઉત્પાદન અને પબ્લિશ કરવું ચોક્કસ અપરાધની શ્રેણીમાં આવે છે પણ તે જોવું ગુનો ગણી શકાય નહિ.
ચાઈલ્ડ પોર્નનું ઉત્પાદન અને પ્રસારણ ગંભીર અપરાધ ગણાય: અદાલતનો ચુકાદો
મદ્રાસ હાઈકોર્ટે યુવાનોમાં પોર્ન જોવાની વધતી લત પર ટિપ્પણી કરી છે. મદ્રાસ હાઈકોર્ટે પોર્ન જોવાને સિગારેટ અને દારૂ પીવાના વ્યસન સમાન ગણાવ્યું હતું. જસ્ટિસ એન આનંદ વેંકટેશે પણ ટિપ્પણી કરી હતી કે વ્યક્તિગત ઉપકરણ પર ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવી એ ગુનો નથી. મદ્રાસ હાઈકોર્ટે યુવા પેઢીમાં પોર્ન જોવાની સતત વધી રહેલી લતને રોકવાના ઉપાય પર પણ ભાર મૂક્યો છે.
જસ્ટિસ એન આનંદ વેંકટેશે સ્પષ્ટ કર્યું કે પર્સનલ ડિવાઈસ પર ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી અને જોવી એ પોક્સો એક્ટ અને આઈટી એક્ટ હેઠળ ગુનો નથી.
ન્યાયાધીશ આનંદ વેંકટેશે ગુરુવારે કહ્યું, યુવાન પેઢી આ ગંભીર સમસ્યાનો સામનો કરી રહી છે, તેમને સજા કરવાને બદલે સમાજે તેમને યોગ્ય સલાહ આપવા માટે પૂરતા પરિપક્વ બનવું જોઈએ. ન્યાયાધીશે કહ્યું કે સમાજે યુવા પેઢીને શિક્ષિત કરવી જોઈએ અને તેમને આ વ્યસનમાંથી મુક્તિ અપાવવા માટે સલાહ આપવી જોઈએ.
ઈન્ટરનેટ પર પોર્ન સામગ્રીની વિપુલતાના કારણે લોકો તેના વ્યસની બની રહ્યા છે, જે ચિંતાનો વિષય છે. જસ્ટિસે કહ્યું કે એક બટન પર ક્લિક કરવાથી યુવાનોને એડલ્ટ ક્ધટેન્ટના ઘણા પેજની ઍક્સેસ મળે છે. આ માટે સમાજે યુવાનોને યોગ્ય સલાહ આપવી જોઈએ જેથી તેઓ આવું ન કરે.
કોર્ટે 28 વર્ષીય વ્યક્તિ વિરુદ્ધ શરૂ કરાયેલી કાર્યવાહીને રદ કરી દીધી હતી, જેની પર બાળ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવા અને જોવા માટે પોક્સો અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે વ્યક્તિગત ઉપકરણ પર પોર્ન જોવું એ ગુનો નથી, પરંતુ તેનું પ્રસારણ કરવું ગુનો છે.