તા. ૧૩.૧.૨૦૨૪ શનિવાર ,સંવંત ૨૦૮૦,  પોષ સુદ બીજ, શ્રવણ  નક્ષત્ર, વજ્ર યોગ, તૈતિલ  કરણ આજે    રાત્રે ૧૧.૩૫ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ  મકર (ખ,જ) ત્યારબાદ કુંભ (ગ ,સ,શ )  રહેશે.

મેષ (અ,લ,ઈ) : વિચારોનું આદાન પ્રદાન કરી શકો,મનોમંથન કરી શકો,કાર્ય માટે નવી યોજના બનાવી શકો.

વૃષભ (બ,વ,ઉ) : તમારા કાર્યમાં ઈશ્વરી સહાય મળે,ધાર્યા કામ પર પડી શકો,નાના યાત્રા પ્રવાસ કરી શકો .

મિથુન (ક,છ,ઘ) : ધીમે ધીમે પરિસ્થતિ તરફેણ માં આવે,મિત્રોની મદદ મળી રહે,વિચારોમાં પરિવર્તન જોવા મળે.

કર્ક (ડ,હ)  : સંયુક્ત સાહસો માં સારું રહે, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે,શુભ દિન.

સિંહ (મ,ટ) : તમને વારંવાર દુઃખ હશે, અમુક સંબંધોમાં યોગ્ય પ્રતિભાવ ના મળે, નકારાત્મક વિચારો દૂર કરી આગળ વધશો તો લાભ થશે.

કન્યા (પ ,ઠ ,ણ ) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો ને આગળ સારું રહે,વિદેશ બાબત વિચારી શકો,મધ્યમ દિવસ .

તુલા (ર,ત) :   તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ,પ્રગતિ થાય, નવી વસ્તુ વસાવી શકો , લાભ દાયકદિવસ .

વૃશ્ચિક (ન ,ય ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ થી કાર્ય સિદ્ધ થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય .

ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો,તમારા વિચારોની સરાહના થાય,દિવસ શુભ રહે.

મકર (ખ ,જ ) : તમારી જાતને સમજવાની તક મળે,એકાંત થી લાભ થાય,મનોમંથન કરવું જરૂરી બને .

કુંભ (ગ ,સ,શ ) : વાણી વર્તનમાં વિશેષ કાળજી રાખવી પડે,કોઈને તમારાથી દુઃખના થાય તે કાળજી રાખજો, દિવસ મધ્યમ રહે.

મીન (દ ,ચ ,ઝ ,થ): મિત્રો સાથે હળવાશની પળો વિતાવી શકો,અણધાર્યા લાભ થઇ શકે, ખુશીનો માહોલ રહે,આનંદદાયક દિવસ.

–મંગળ ભૂમિ પુત્ર છે, તેના ઉદય સાથે જ જમીનમાં સક્રિયતા જોવા મળશે

૧૪ અને ૧૫ જાન્યુઆરીના સૂર્ય મહારાજ મકરમાં પ્રવેશ કરી રહ્યા છે જેની સાથે જ ધનમાં મંગળ મહારાજનો ઉદય થશે અગાઉ લખ્યા મુજબ મંગળ ભૂમિ પુત્ર છે તેના ઉદય સાથે જ જમીનમાં સક્રિયતા જોવા મળશે અને કોઈ કોઈ જગ્યાએ ભૂકંપની અસર જોવા મળી શકે છે  વળી આ પછી જમીનની લગતી બાબતો સક્રિયતાથી આગળ વધતી જોવા મળશે તો બીજી તરફ મંગળ માંગલિક કાર્યને પણ ઉત્તેજન આપશે અને મેડિકલ સંશોધનને પણ ઉત્તેજન આપશે જો કે જમીનના વિવાદો સપાટી પર આવતા જોવા મળશે જયારે રાજા સૂર્ય કાર્યક્ષેત્રની મકરરાશિમાં આવતા કડક અને ત્વરિત નિર્ણય લેતા જોવા મળશે અને વાતાવરણમાં પલટો પણ જોવા મળશે. કેટલાક રાજ્યોમાં સત્તાકીય ગાંઠો સર્જાતી જોવા મળશે અને રાજનીતિમાં ચહેલ પહેલ જોવા મળશે!  મંગળ એ પોલીસ અને સેના છે માટે સેના પણ ઘણા નવા મિશન પાર પડતી જોવા મળે જો કે અમુક રાજ્યોમાં અશાંતિનો માહોલ જોવા મળે અને નવા ગોચર ગ્રહોના સમીકરણ મુજબ આગામી સમય ચીન અને પાકિસ્તાન માટે કસોટીજનક રહે. ૨૦૨૪ નું વર્ષ શનિનું હોવાથી  અને શનિ ઠંડો ગ્રહ હોય વધુ ઠંડી અનુભવાય વળી ઘણા સીમાચિહનરૂપ ચુકાદાઓ અદાલતો આપતી જોવા મળે!

—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.