નેશનલ ન્યુઝ
અયોધ્યામાં રામ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ ભાજપનો ચુંટણીલક્ષી રાજકીય એજન્ડા ગણાવી કોંગ્રેસના સોનિયા ગાંધી અને અધિરરંજન ચૌધરી સહીતના નેતાઓએ રામમંદિર પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણનો અસ્વિકાર કરતા કોંગ્રેસમાં મહાભારત સર્જાયું છે. કોંગ્રેસ રામવિરોધી હોવાની વાતને આ નિર્ણય સમર્થન કરતો હોવાની ભાજપની આક્રમક ટીકા વેઠી રહેલા પક્ષમાં પણ ખુલ્લેઆમ નારાજગીના તેવર જોવા મળ્યા છે. ત્યારે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ”કોંગ્રેસમાં કોઈપણ નારાજગી નથી પરંતુ બધા જ નેતા પોતપોતાનો અભિપ્રાય આપી શકે છે. પરંતુ અંતે તો જે હાઈ કમાન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જેમનો પાલન બધા નેતા ઘરે જ છે.”
UP કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમાંથી માંડી ગુજરાત કોંગ્રેસના પીઢ નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય અમરિશ ડેરે હાઇકમાન્ડના નિર્ણય સામે નારાજગી જાહેર કરી અભિપ્રાય આપ્યો છે. રાજ્યસભાના સાંસદ અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ”શંકરાચાર્યજી મહારાજ જ્યારે એમ કહેતા હોય કે મંદિરનું કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ન થઈ શકે ભારતીય જનતા પાર્ટી ઇવેન્ટ કરે તેમા ના જઈ શકાય દર્શન કરવા દરેક કોંગ્રેસી જશે, પરંતુ શંકરાચાર્ય કહેશે કે કામ પૂર્ણ થઈ ગયો છે ત્યારે જશે.
વધુમાં શક્તિસિંહ ગોહિલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ”રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા ત્યારે પણ તેઓ દર્શન કરવા ગયા હતા હું પણ એક હિન્દુ છું દર્શન માટે અમે રોજ મંદિરે જઈએ છીએ. ભગવાન ના દર્શન માટે આમંત્રણ ની જરૂર નથી.”