ડિઝાઇનર લેબલ અનિતા ડોંગરેના અદભૂત એમ્બ્રોઇડરીવાળા મિની ડ્રેસ અને જેકેટમાં મલાઈકા અરોરાએ તેની આકર્ષક સ્ટાઇલમાં પોઝ આપીયા. એવી કોઈ સ્ટાઈલ નથી જે મલાઈકા અરોરાએ અજમાવી ન હોય.જ્યાં સુધી તેણીના કપડાની પસંદગીનો સવાલ છે તો ત્યાં તે કોઈ કસર છોડતી નથી. ફરી એક વાર તેની આકર્ષિત ફેશનથી તે ફેંસને પ્રભાવિત કરે છે. આ ફોટામાં મલાઈકાએ ભરતકામ કરેલ પોશાક પહેર્યો અને ખભા પર લાલ અને કાળા એમ્બ્રોઇડરીવાળું જેકેટ પહેર્યું હતું અને એક્સેસરીઝમાં તેણીએ ચોકર નેકલેસ સ્ટેટમેન્ટ રિંગ્સ પહેરી હતી. તેણે મેટાલિક ગોલ્ડ હીલ્સ સાથે તેનો લુક કમ્પ્લીટ કર્યો હતો.