શાહિદ કપૂર અને કૃતિ સેનનની રોમેન્ટિક ફિલ્મની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. હવે આખરે ફિલ્મનું ટ્રેલર પણ સામે આવ્યું છે. ફિલ્મનું રોમેન્ટિક પોસ્ટર રિલીઝ કરતી વખતે મેકર્સે ફિલ્મનું નામ પણ જાહેર કર્યું છે. શાહિદ-કૃતિની આ રોમેન્ટિક કોમેડી ફિલ્મનું નામ છે ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’. પોસ્ટર પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે.
શાહિદ કપૂર અને કૃતિ સેનનને ફેન્સ ટૂંક સમયમાં જ સ્ક્રીન પર એકસાથે જોવાના છે. આ પહેલીવાર હશે જ્યારે આ બંને સ્ટાર્સ સ્ક્રીન પર સાથે રોમાન્સ કરતા જોવા મળશે. હવે આ રોમેન્ટિક ફિલ્મનું ટાઈટલ અને પોસ્ટર પણ સામે આવ્યું છે. બંનેને ફિલ્મમાં એકસાથે જોવા માટે ચાહકો પણ ખૂબ જ ઉત્સાહિત છે, રિલીઝ થયેલા પોસ્ટરની પ્રતિક્રિયામાં તેમનો ઉત્સાહ સ્પષ્ટપણે જોવા મળે છે.
આ દિવસોમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં મેકર્સ હિટ કપલ્સને બદલે ફેન્સ માટે નવા કપલ્સ લાવી રહ્યા છે. દીપિકા પાદુકોણ અને રિતિક રોશનને ‘ફાઇટર’માં પહેલીવાર જોવા માટે ખુબજ આતુર છે. ફિલ્મ નિર્માતાઓ આજકાલ નવી જોડી પર દાવ લગાવી રહ્યા છે. એ જ રીતે, ટૂંક સમયમાં શાહિદ કપૂર અને કૃતિ સેનનની જોડી પણ પડદા પર ધૂમ મચાવવા આવી રહી છે. દર્શકો તેની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આજે બુધવારે એટલે કે 10 જાન્યુઆરીએ ફિલ્મના મેકર્સે એક નવું પોસ્ટર રિલીઝ કર્યું છે, જેને જોઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે. શાહિદ-કૃતિની આ ફિલ્મનું નામ છે ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’.
શાહિદે પહેલા જ ફેન્સને આ અંગે સંકેત આપી દીધો હતો
શાહિદ કપૂરે 2023માં જ ફેન્સને આ ફિલ્મ અંગે હિંટ આપી હતી. ગયા વર્ષે 9 એપ્રિલના રોજ, તેણે સોશિયલ મીડિયા પર તેની અને કૃતિ સેનનની રોમેન્ટિક ફિલ્મનો ફર્સ્ટ લૂક શેર કરીને ચાહકોના હૃદયના ધબકારા સેટ કર્યા હતા. જેમાં શાહિદ અને કૃતિ બાઇક પર બેઠેલા જોવા મળ્યા હતા, પરંતુ તેઓએ આ ફિલ્મ વિશે કંઈ જણાવ્યું ન હતું. ફિલ્મનું ટાઈટલ પણ જાહેર કર્યું નોતું. હવે શાહિદ કપૂરે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મના ટાઈટલની જાહેરાત કરી છે.
View this post on Instagram
જાણો ક્યારે રિલીઝ થશે
શાહિદ અને કૃતિની આગામી ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. ટાઇટલ સિવાય ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. આ રોમેન્ટિક લવ સ્ટોરી ફિલ્મ વેલેન્ટાઇન વીક દરમિયાન 9 ફેબ્રુઆરી 2024ના રોજ સિનેમાઘરોમાં આવી રહી છે. શાહિદના ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે આ ફિલ્મ કૃતિ સેનનની કારકિર્દી માટે કેવી સાબિત થશે. માત્ર સમય જ કહેશે.
તમને જણાવી દઈએ કે ફિલ્મની રિલીઝ ડેટ અને ટાઈટલ જાહેર થયા બાદ ફેન્સની ઉત્તેજના ઘણી વધી ગઈ હતી. જ્યારે ‘જર્સી’ના ફ્લોપ પછી, શાહિદ કપૂર માટે આ ફિલ્મનું હિટ બનવું મહત્વપૂર્ણ છે, જ્યારે આપણે કૃતિ સેનનની ફ્લોપ ફિલ્મોની સૂચિ જોઈએ તો, આ ફિલ્મ માટે તેના માટે હિટ થવાનો અર્થ ઘણો છે. બંને કલાકારોને મોટા પડદા પર જોવા માટે ચાહકો ઉત્સુક છે.