ઉપલેટામાં રખડતા ઢોરને કારણે શહેરમાં અનેક લોકોએ જીંદગી ગુમાવી અને ઘણા લોકોએ હાથ પગ ગુમાવાનો વારો આવ્યો હતો. સમગ્ર શહેરમા રખડતા ઢોર પ્રજા માટે ત્રાહીમામ બન્યા હતા ત્યારે ખાટલે મોટી ખોટ એ હતીકે એનીમલ હોસ્ટેલ હોવા છતાં તેનો ઉપયોગ નહતો થઈ શકતો કારણ નિભાવ ખર્ચનો પ્રશ્ર્ન મોટો હતો. આવા કપરા સમયે શહેરમાં વડચોક ગૌ સેવાની સ્થાપના કરનાર વલ્લભ બાપા માકડીયા દિકરાપિતા ના પગલેગૌ નિભાવ માટે આગળ આવી પિયુષભાઈ માકડિયાએ શહેરના આગેવાનો સમક્ષ પ્રથમ ત્રણ માસ નિભાવ ખર્ચ ઉપાડવાની જવાબદારી બતાવતા એનીમલ હોસ્ટેલ શરૂકરવાનો નિર્ણય લેવાયો હાલ સમગ્ર ગુજરાતમાં પ્રથમ એવી એનિમલ હોસ્ટેલ છે કે જે ગૌ માતા નિભાવી રહી છે. આજે ઊલ્લેખનીય છેકે, સરકારને શહેરમાં રખડતા ઢોર મામલે હાઈકોર્ટે અનેક વખત ટકોર કરી છે છતા સરકારના કાન ઉઘડતા નથી તે મોટી દુ:ખની વાત કહેવાય.
સામાજીક અને ધાર્મિક કાર્યકરો દ્વારા ફંડ એકત્રિત કરી એનિમલ હોસ્ટેલનો ખર્ચ નિભાવવામાં આવે છે વર્ષે સવા કરોડ કરતા વધુનો ખર્ચ
800 કરતા વધુ ગાયોને નિભાવવામાં આવે છે બે વર્ષમાં સરકાર તરફથી સહાય શૂન્ય
શહેરના પાટણવાવ રોડ ઉપર વિશાળ જગ્યામાં ગુજરાત સરકારના સહયોગથી ઉપલેટા નગરપાલીકા દ્વારા પ્રથમ એનિમલ હોસ્ટેલ બનાવવામાંઆવી હતી પણ તાત્કાલીન પાલીકા પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડીયાએ આ એનિમલ હોસ્ટેલને નિભાવ ખર્ચના અભાવે શરૂ નહોતી કરી શકયા સમય જતા શહેરમાં ઢોરનોત્રાસ દિવસેનેદિવસે વધી રહ્યો હતો. અનેક લોકો એ તેની મહામાનવ જીંદગી ગુમાવી ચૂકયા હતા.
આ વાતથી તમામ સમાજના શ્રેષ્ઠીઓ મહાજનો ગૌ ભકતો વાકેફ હતા આખરે શહેરના સેવાભાવી વેપારી અને વડચોક ગૌ સેવા સમાજના પિયુષભાઈ માકડીયાએ નગરપાલીકાના હોદેદારો તેમજ શહેરના વેપારીઓ પ્રબુધ્ધ નાગરીકોની મિટીંગ બોલાવી તેમાં નિભાવ ખર્ચનોપ્રશ્ર્ન ઉઠતા પ્રથજ્ઞત્રણ માસનોખર્ચ વડચોક ગૌ સેવા સમાજ ભોગવશે આવા નિર્ણયથી શહેરમાં જુદા જુદા વિસ્તારમાં રખડતા 800 જેટલા પશુઓને એકમાસમાં એનિમલ હોસ્ટેલમાં રાખવામાંઆવતા સમગ્ર શહેરમાં લોકોમાં આનંદ છવાયો હતો કારણકે શહેરની તમામ ગલીઓમાં ઢોરને બદલે છોકરાઓ આનંદ કિલ્લોલ કરી રહ્યા હતા. આ વાતને અઢી વર્ષ સમય થઈ ગયો એનીમલ હોસ્ટેલમાં દરરોજના 30 હજાર રૂપીયા 800 જેટલી ગાયો નિભાવ ખર્ચ થાય છે. ત્યારે શહેરમાં સામાજીક અને ધાર્મિક ઉત્સવો ઉજવણતી ક્રિશ્ર્ના ગ્રુમ દ્વારા બે વર્ષ દરમ્યાન ભવ્ય નવરાત્રી તુલશી વિવાહ, જેવા પ્રસંગો યોજી 70 લાખ જેવી માતબર રકમ એનીમલ હોસ્ટેલને અર્પણ કરેલ જયારે એનીમલ હોસ્ટેલ શરૂ કરી ત્યારે ધારાસભ્ય, સાંસદ સભ્ય તેમજ ગૌ સેવા આયોગના ચેરમેન સહિતના આગેવાનો એ જણાવેલ કે સરકાર સબસીડી આપશે નિભાવ ખર્ચનો પ્રશ્ર્ન થોડાક માસ રહેશે આવી આશાએ ગ્રામજનો-વેપારીઓ,ઉદ્યોગપતિઓ સેવાભાવી સંસ્થાઓ ઉદાર હાથે દાન આપી નિભાવ ખર્ચમાં સહભાગી બન્યા.
સરકાર દ્વારા ગૌ શાળાઓ માટે સબસીડીની જોગવાઈ હોવા છતાં ઉપલેટા એનીમલ હોસ્ટેલને બે વર્ષ થયા એક પણ રૂપીયાની સહાય મળી નથી. તે શહેરના લોકો અને ચૂટાયેલા પ્રતિનિધિઓમાટે દુભાગ્ય કહેવાય એનિમલ હોસ્ટેલના ટ્રસ્ટીઓ દ્વારા અનેક વખત કલેકટર, ધારાસભ્ય અને સંસદ સભ્ય ગૌ સેવા આયોગમાં રજૂાઅત કરી મીટીંગો કરી પણ આજ સુધક્ષ પરિણામનો ઉકેલ નહી આવતા આખરે ગૌ ભકતો અને એનીમલ હોસ્ટેલની સમિતિ એ નિભાવ ખર્ચના અભાવે હોસ્ટેલને તાળા મારવાનું મન મનાવી લીધું છે. આ એનીમલ હોસ્ટેલની મુલાકાતે કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા, રાજય સરકારના મંત્રી સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા, જાણીતા કથાકાર જીજ્ઞેશદાદા રાધે…રાધે… ગૌ આયોગના ચેરમેન વલ્લભભાઈ કથીરીયા સહિત ઘણા આગેવાનો આવી ચૂકયા છે. બધા સબસીડી મળશે તેવા વચનો આપી ગયા છે. પણ હજુૂ ગૌ ભકતો માત્ર ઠાલા વચનોથી સબસીડીની રાહ જોઈ રહ્યા છે.
સરકારના ગૌરવ સમાન ઉપલેટાની એનિમલ હોસ્ટેલની ગાયો આજે નિભાવ ખર્ચના અભાવે ભાંભેળા નાખી રહી છે. ત્યારે સરકારે પણ મોટુ મન રાખી સહાય તાત્કાલીક ચૂકવવી જોઈએ. 2000ની સાલમાં હાલ જે એનિમલ હોસ્ટેલનો પ્રશ્ર્ન છે તેવો જ પ્રશ્ર્ન પ્રાંસલામાં ધર્મબંધુજી સંચાલીન પાંચ હજાર ગાયોની ગૌશાળા માટે ઉભો થયેલ ત્યારે ધારાસભ્ય પ્રવિણભાઈ માકડિયાએ ગૌ માતાના પ્રશ્ર્ન પ્રતિષ્ઠાનો પ્રશ્ર્ન બનાવી તાત્કાલીક મહેસુલ મંત્રી હરેન પંડયા સમક્ષ ઉગ્ર રજૂઆત કરતા માત્ર 10 દિવસમાં 33 લાખ રૂપીયાની સહાય મંજૂર થયેલ.
સરકાર દ્વારા એનિમલ હોસ્ટલેને ખર્ચના નામે મીંડુ
ગુજરાત સરકાર ગૌરવ લેવા જેવી બાબત છે સમગ્ર ગુજરાત રાજયમાં એકમાત્ર એનિમલ હોસ્ટેલ છે. ત્યારે આર્થિક સહાય કરવાને બદલે નિભાવ કર્ચના ઠાલા વચનો આપી રહી હોય તો આવનારા દિવસોમાં ગુજરાતના સારા માણસો એનીમલ હોસ્ટેલ બનાવતા શુ અનુભવશે કેન્દ્રની સરકાર અને રાજયની સરકાર દ્વારા અનેક વખત સભાઓમાં ગૌ માતાની વાતો કરી રહી છે. ઘણા મંત્રીઓએ પોતાના આંગણામાં ગાયો બાંધી છે.
ગાયોના નિભાવ માટે ત્રણ જગ્યાએ સંક્રાંતના દિવસે સ્ટોલ ઉભા કરાશે લોકો ઉદાર હાથે દાન આપવા અપીલ
શહેરમાં 700 જેટલી ગાયોના નિભાવ માટે સરકારમાંથી એકપણ રૂપીયાની સહાય નહિ મળતા આગામી 14મી મકરસંક્રાંતીના દિવસે એનિમલ હોસ્ટેલ તરફથી બસ સ્ટેન્ડ ચોક, બાવલા ચોક અને ગાંધીચોકમાં ફંડ માટે કાઉન્ટર રાખવામાં આવશે તો શહેરીજનોએ ઉદાર હાથે પવિત્ર તહેવાર ઉપર દાન કરવા એનિમલ હોસ્ટલેના પ્રમુખ પિયુષભાઈ માકડીયાએ અપીલ કરી છે.