વડાપ્રધાન મોદીના હસ્તે આજથી ગુજરાત વાયબ્રન્ટ સમિટ 2024નો પ્રારંભ થયો છે. ગાંધીનગર ખાતે આયોજિત ત્રિદિવસીય સમિટમાં 28 દેશો પાર્ટનર ક્ધટ્રી તરીકે જોડાયા છે. આ ઇવેન્ટમાં યુએઇના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન, ચેક રિપબ્લિકના વડાપ્રધાન પેટ્ર ફિયાલા, મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ જેસિન્ટો ન્યુસી, તિમોર લેસ્તના રાષ્ટ્રપતિ જોઝ રામોસ હોર્તાની વિશેષ ઉપસ્થિતિ રહી છે.
14 સંસ્થાઓએ પાર્ટનર તરીકે વાયબ્રન્ટ સમિટમાં જોડાઇ છે. અમૃત કાળમાં પ્રથમ વાયબ્રન્ટ સમિટનું આયોજન છે. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની થીમ પર કાર્યક્રમ રહેશે. 2003માં પ્રથમ વાયબ્રન્ટ સમિટનું આયોજન કરાયું હતું. આજે પ્રથમ દિવસે વિવિધ વિષયો પર સેમિનારનું આયોજન કરાશે. એરક્રાફ્ટ-આનુષંગિક મેન્યુફેક્ચરિંગ સંભાવનાઓ મુદ્દે સેમિનાર, ગતિ શક્તિ પ્રોજેક્ટ મુદ્દે સેમિનારનું આયોજન થશે. ધોલેરાને ગ્રીનફિલ્ડ સ્માર્ટસિટી ફોર સ્માર્ટ બિઝનેશ મુદ્દે સેમિનાર થશે.
ત્રણ દિવસ ચાલશે સમિટ, દેશ-વિદેશમાં ડેલીગેટ્સ મોટી સંખ્યામાં આપશે હાજરી: યુએઇના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન, ચેક રિપબ્લિકના વડાપ્રધાન પેટ્ર ફિયાલા, મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ જેસિન્ટો ન્યુસી, તિમોર લેસ્તના રાષ્ટ્રપતિ જોઝ રામોસ હોર્તાની વિશેષ ઉપસ્થિતિ
ગુજરાત રોડ મેપ ફોર વિકસીત ભારત એટ ધ 2047 મુદ્દે સેમિનાર તથા બી2બી, બી2જી અને જી2જી બેઠકનું પ્રથમ દિવસે આયોજન કરાયું છે. ગિફ્ટ સિટી ખાતે ગ્લોબલ ફિને ટેક લીડરશીપ ફોરમનું આયોજન છે. તથા એમ્પીથિયેટર ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. જેમાં પીએમ મોદીના હસ્તે વાયબ્રન્ટ સમીટનું ઉદ્ઘાટન થયું છે. જેમાં 9.15 એ પીએમ મોદી મહાત્મા મંદિર પહોંચ્યા હતા. 9.15 થી 9.35 વૈશ્વિક મહેમાનો સાથે ફોટો સેશન કર્યું છે. 9.40 થી 12.15 વાઇબ્રન્ટ ગ્લોબલ સમીટનું ઉદ્ઘાટન થયુ છે. તથા 2.15 થી 1.40 સુધી બપોરનું ભોજન લેશે. તથા 1.50 થી 2.20 ચેક રિપબ્લિકના પીએમ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરવામાં આવશે. 2.30 થી 2.45 ગ્લોબલ કંપનીઓના સીઈઓ સાથે મિટિંગ તથા 2.45 થી 4.45 સુધીનો મહાત્મા મંદિર ખાતે રિઝર્વ સમય છે. 4.50 કલાકે મહાત્મા મંદિરથી ગિફ્ટ સીટી જવા રવાના થશે. 6.45 ગિફ્ટ સિટીમાં ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમમાં હાજર રહેશે. તથા 6.50 કલાકે ગિફ્ટ સીટીથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે. અને સાંજે 7.15 દિલ્હી જવા રવાના થશે.
ગ્લોબલ ટ્રેડ શોમાં સ્ટોલ્સને રસપૂર્વક નિહાળી વિગતો મેળવતા વડાપ્રધાન
ગાંધીનગરમાં 9 થી 13 જાન્યુઆરી દરમિયાન કુલ 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ગ્લોબલ ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રેડ શોમાં 100 દેશ વિઝિટર તરીકે, જ્યારે 33 દેશ ક્ધટ્રી પાર્ટનર તરીકે ભાગ લઇ રહ્યા છે. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરી તેની મુલાકાત લીધી હતી. આ વેળાએ એક-એક સ્ટોલને વડાપ્રધાને રસપૂર્વક નિહાળી વિગતો મેળવી હતી.
200 કંપનીઓના સીઈઓની સમિટમાં હાજરી
ગુજરાત વાઇબ્રન્ટ સમિટ-2024માં ભાગ લેવા માટે 136 દેશની કંપનીઓ, સંસ્થાઓ અને પ્રતિનિધિઓએ રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજથી શરૂ થયેલ વાઇબ્રન્ટ સમિટમાં 4 દેશના રાષ્ટ્રપ્રમુખની સાથે 200 કંપનીઓના સીઇઓ આવ્યા છે. જેમાં 75 જેટલા સીઇઓ ગ્લોબલ કંપનીઓના પણ આવ્યા છે. ગ્લોબલ સીઇઓમાં યુએઇ, યુએસએ, જાપાન, સિંગાપોર, ફ્રાન્સ, જર્મની સહિતના દેશના સીઇઓ આવ્યા છે.
પીએમ અને યુએઇના રાષ્ટ્રપ્રમુખનો ભવ્ય રોડ- શો: મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં
યુએઇના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન ગઈકાલે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગળે મળી તેઓનું સ્વાગત કર્યું હતું. આ સાથે એરપોર્ટ પર તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. બંને નેતાઓનો એરપોર્ટથી ગાંધીનગર હોટલ લીલા સુધી મેગા રોડ શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉમટી પડીને બન્ને નેતાઓનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.