ભારત અને અફઘાનિસ્તાનની વચ્ચે રમાનારી ત્રણ મેચોની ટી20 સિરીઝ માટે બીસીસીઆઈએ ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમ ઈન્ડિયાની ટી20 ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાપસી થઈ ગઈ છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીની ટી20 ટીમમાં વાપસી એક વર્ષ કરતા વધારે સમય બાદ થઈ છે. રોહિત શર્માને એકવાર ફરીથી ટીમની કમાન સોંપવામાં આવી છે. છેલ્લે આ બંને ખેલાડીઓ ટી20 વર્લ્ડ કપ 2022માં રમતા જોવા મળ્યા હતા.
આગામી ટી20 વર્લ્ડ કપની તૈયારીઓને પારખવાની ભારત માટે અફઘાનીસ્તાન સિરીઝ ‘સુવર્ણ’તક
ત્યારે ફરી એકવાર રોહિત શર્મા ભારતીય ટી20 ટીમની કેપ્ટનશિપ કરતા જોવા મળશે. બીજી તરફ હજુ પણ શોર્ટેસ્ટ ફોર્મેટ માં કોહલી અને રોહિતને હજુ ઘણું આપવાનું બાકી હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. પંડ્યાની ’ ઈંજરી ’ રોહિતના માથા ઉપર ટી ટ્વેન્ટી વિશ્વ કપની કેપ્ટનશીપ ની જવાબદારી સોપાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. સૌથી મોટું કારણ એ જ છે કે હાર્દિક પંડ્યા સતત ઈજાગ્રસ્ત રહેતા હોવાથી તેમની જવાબદારી કેવી રીતે ટીમ મેનેજમેન્ટ માટે સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે. બીજી તરફ વિશ્વ કપમાં ભારતને એક જુઠ રાખવામાં રોહિત શર્માએ ખૂબ સારું યોગદાન આપ્યું હતું જૂનમાં ટી20 વર્લ્ડ 2024ની શરૂઆત થશે.
આ વખતે ટી20 વર્લ્ડ કપ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે. તે પહેલા ટીમ ઈન્ડિયા માટે અફઘાનિસ્તાતની સાથે રમાનારી આ સિરીઝ ખૂબ જ ખાસ છે. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાને તેની વર્લ્ડ કપની તૈયારીઓને પારખવાની તક મળશે. આ સિરીઝ બાદ વર્લ્ડ કપ 2024 માટે ટીમ લગભગ ફાઈનલ થશે, કે આગળ ક્યા ખેલાડીને ટીમમાં સ્થાન મળશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી માટે પણ આ ટી20 સિરીઝ ઘણી મહત્વની રહેશે, કારણ કે આ બંને ખેલાડીઓએ એક વર્ષથી એકપણ ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી નથી. રોહિત શર્મા-વિરાટ કોહલીની પાસે પણ અફઘાનિસ્તાન સામે આગામી ટી20 વર્લ્ડ કપ 2024ની તૈયારીઓને પારખવાની સુવર્ણ તક છે.
અફઘાનીસ્તાન સામે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા, સંજુ સેમસન, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, મુકેશ કુમાર, અવેશ ખાન અને અર્શદીપ સિંહ .