લોકસભા 2024ની ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ, કોંગ્રેસને લઈ તમામ રાજકીય પક્ષો પોતાને મજબૂત બનાવવા માટે તમામ પ્રયત્નો અત્યારથી જ આરંભી દીધા છે. ત્યારે લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં કોંગ્રેસે બેઠક પ્રમાણે કોઓર્ડિનેટર નિયુક્ત કર્યા છે. જેમાં કોંગ્રેસે ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે 26 નેતાઓને સંયોજકની જવાબદારી આપી છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીએ કોઓર્ડિનેટરની નિમણૂંક કરાઈ છે.
ગુજરાતમાં રાજ્યસભા સાંસદ અમિ યાજ્ઞિક સહિતના નેતાને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. તો કેટલાક ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને સંગઠનના વરિષ્ઠ નેતાઓને આ બાબતે જવાબદારી સૂપરે નિભાવવા નિયુક્તિ કરાઈ છે.ચૂંટણી અનુલક્ષીને કોંગ્રેસ દ્વારા વિવિધ હોદ્દેદારોની બેઠકોનો ધમધમાટ પણ શરૂ થઈ ગયો છે. આગામી લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસએ જમીની સ્તર પર પાર્ટીને મજબૂત કરવાનો રોડમેપ તૈયાર કર્યો છે. જેને લઈને કોંગ્રેસ પાર્ટીએ સેન્ટ્રલ વોર રૂમ સમિતિનું ગઠન કર્યું છે. જેના ચેરમેન પદે શશિકાંત સેન્થિલ હશે. તો ગોકુલ બૂતૈલ, નવીન શર્મા, વરૂણ સંતોષ અને અરવિંદ કુમારને વાઈસ ચેરમેન પદે નિમણૂક કર્યા છે.
કોંગ્રેસે પોતાની પ્રચાર સમિતિની ઘોષણા કરી કે, અજય માકન સમિતિના સંયોજક તો કેસી વેણુગોપાલ અને જયરામ રમેશ પણ આ કમેટીના સભ્ય છે. તો બીજી તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને લોકસભા ચૂંટણી માટે વોર રૂમનું ગઠન કર્યું છે. આ સાથે જ કોંગ્રેસે ભાગીદારી સેલનું પણ ગઠન કર્યું છે. ભાગીદારી સેલ નિવાસીઓના કલ્યાણ સંઘોની સાથે સમન્વયમાં કામ કરશે.