ગુજરાતના લોકપ્રિય તહેવાર એવા ઉત્તરાયણ મહોત્સવને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે મકર સંક્રાંતિના તહેવાર પહેલા અલગ-અલગ શહેરોમાં આંતર રાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. રાજકોટમાં આગામી બુધવારે પતંગ મહોત્સવ યોજાશે.

રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે આગામી 10મીએ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2024 યોજાશે.

જર્મની, ઇરાક, મલેશીયા, ઇઝરાઇલ, ઇટાલી, જોર્ડન, કોરિયા, લેબનોન, નેપાળ અને યુ.કે. સહિતના દેશોના પતંગબાજો લેશે ભાગ

જેમાં જર્મની, ઈરાક, મલેશિયા, ઈઝરાઈલ, ઇટાલી, જોર્ડન, કોરિયા, લેબનોન, નેપાળ, નેધરલેંડ, યુ.કે., જોર્જિયા, ઇસ્ટોનિયા સહિતના દેશોના પતંગવીરો જોડાશે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ સાંસદ મોહનભાઈ કુંડારીયાના વરદ હસ્તે કરવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે તા.10ને બુધવારના રોજ સવારે 9:30 કલાકે ધર્મેન્દ્રસિંહજી કોલેજ (ડી.એચ. કોલેજ)ના ગ્રાઉન્ડ ખાતે આયોજન કરેલ છે. પતંગ મહોત્સવમાં બિહાર, મહારાષ્ટ્ર, પંજાબ સહિતના રાજ્યોના પતંગવીરો જોડાનાર છે.

કાર્યક્રમના અધ્યક્ષ તરીકે મેયર શ્રીમતિ નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત કેબીનેટ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા, રામભાઈ મોકરીયા,  શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા,  પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, અશ્ર્વિન મોલિયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, સમાજ ઉપસ્થિત રહેશે.

શહેરીજનોને આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં જોડવા તેમજ નિહાળવા ઉપસ્થિત રહેવા એક અપીલ અને અનુરોધ કરેલ છે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રાજકોટવાસીઓમાં ખૂબ જ હોટ ફેવરીટ રહ્યો છે. અગાઉ ઇશ્વરીયા પાર્ક ખાતે પણ પતંગ મહોત્સવમાં શહેરીજનો બહોળી સંખ્યામાં ઉમટતા હતા.કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે જ્યારથી પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારથી શહેરીજનોને આ મહોત્સવમ આવવા માટે સાનુકૂળતા રહે તેવા સ્થળની પસંદગી કરવામાં આવે છે. આ વખતે શહેરની મધ્યમાં આવેલી ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના એક ડઝનથી પણ વધુ દેશોના લોકો ભાગ લેવાના છે  કોર્પોરેશનના પદાધિકારીઓ દ્વારા શહેરીજનોને પતંગ મહોત્સવમાં ઉંમટી પડવા હાંકલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.