ગુજરાતમાં ઠંડીમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં એક જ દિવસમાં લઘુતમ તાપમાનમા બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી ત્રણ દિવસ નલિયામાં આઠથી દસ ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢમાં તાપમાન 10 ડિગ્રી જયારે ગિરનાર તો કાશ્મીર બની ગયો હોય તેમ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સાથોસાથ નલિયા અને રાજકોટ પણ ઠંડાગાર બન્યા છે.
રાજ્યના સાત શહેરોનું તાપમાન 13 ડિગ્રીથી નીચે નોંધાયું: નલિયા 9 ડિગ્રી જયારે રાજકોટનું લઘુતમ તાપમાન 10.4 ડિગ્રી નોંધાયું
નવા વર્ષની શરુઆતની ઠંડીનો પારો નીચે ઉતરી જતાં શિયાળાનો અહેસાસ થયો હતો. પશુ-પક્ષી સહિતનાઓને થવા પામી રહ્યો છે. ખાસ કરીને ગિરનાર પર્વત ઉપર ઠંડીનો પારો નીચે ગગડી ગયો છે. યાત્રીકો સહેલાણીઓ ઠંડીથી ઠુંઢવાઇ રહ્યા છે. લઘુતમ તાપમાનના કારણે જંગલી જાનવરોને પણ ઠંડીની અસર થવા પામી છે. લોકો આજે અને વહેલી સવારે મોર્નીંગ વોકમાં જતા હોય તેની સંખ્યામાં પણ ઘટાડો થવા પામ્યો હતો. છેલ્લા બે દિવસમાં ઠંડીનો પાર ગગડી રહેવા પામ્યો છે.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા ઠંડીમાં વધારો થવા પામ્યો છે. શહેરનું તાપમાન 12 ડિગ્રી નોંધાયું છે. રાત્રે પણ લોકો ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લઈ રહ્યા છે અને દિવસ દરમિયાન પણ લોકો ગરમ કપડાં પહેરી ને જ ઘરની બહાર નીકળી રહ્યા છે. જોકે આગામી સમયમાં હજુ પણ કોલ્ડવેવની સ્થિતિ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. જેથી લોકોએ હજુ પણ વધારે ઠંડીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ બની શકે છે. રાજ્યના 10 શહેરમાં ઠંડીનો પારો ગગડીને 14 ડિગ્રીની નીચે નોંધાયો હતો. ભૂજમાં 11.2 ડિગ્રી, અમરેલી,રાજકોટમાં ઠંડીનો પારો ગગડીને 10.4 ડિગ્રી પર પહોંચ્યો હતો. ગાંધીનગર, કેશોદમાં ઠંડી 13.5 ડિગ્રી,તો પોરબંદરમાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.આગામી દિવસોમાં ઠંડીનો પારો ગગડે તેવી હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે.
કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી
કડકડતી ઠંડી વચ્ચે રાજ્યમાં ફરી માવઠાનું સંકટ ઘેરાયુ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આઠથી 10 જાન્યુઆરી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર, ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં માવઠું પડી શકે છે. બે દિવસ તાપમાનમાં ખાસ ફેરફારની શક્યતા નહીંવત છે.વાતાવરણ સૂકું રહેશે પરંતુ ભેજનું પ્રમાણ વધતા 8 થી 10 જાન્યુઆરી સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે આગામી 2 દિવસ તો તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય પરંતુ બે દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે અને ઠંડીથી આંશિક રાહત મળશે.