સુરત સમાચાર
સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ઝીરો દબાણની ઝુંબેશ ઉપાડવામાં આવી છે. આ અભિયાન હેઠળ સુરતની ટીમ દ્વારા રસ્તા પરથી ખાણી પીણીની લારીઓને દૂર કરવામાં આવી છે જેના લીધે હજારોની સંખ્યામાં ફૂડ સ્ટ્રીટ વેન્ડર્સ બેરોજગાર બન્યા છે. હવે લારી વાળાઓએ સુરત મનપા સામે મોરચો માંડ્યો છે.
આજે સુરતના પાલ આરટીઓ ખાતેના ખાણી પીણીની લારીઓ વાળા દ્વારા અનોખો વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં સ્ટ્રીટ વેન્ડરો એકત્ર થઈ જાહેર રોડ પર ભીખ માંગી પાલિકાની નીતિ સામે વિરોધ દર્શાવ્યો હતો.. મોટી સંખ્યામાં જુદા જુદા વેન્ડરો એકત્ર થઈને જાહેર રોડ ઉપર એક સાથે ભીખ માંગી પાલિકાની આ કામગીરી સામે વિરોધ દર્શાવ્યો હતો.