જામનગર રોડ પર આવેલા મનહરપુરમાં રહેતા અને ફનિર્ચરનું કામ કરતા પ્રજાપતિ યુવકે આઠેક માસ પહેલાં ગવરીદળની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાથી યુવતીના પિતા સહિતના શખ્સોએ છ માસ પહેલાં જેતપુરમાં યુવકની માતા પર, રામાપીર ચોકડી પાસે ભાઇ પર અને ગતરાતે યુવક પર છરીથી ખૂની હુમલો કરી પોતાની પત્નીનું બળજબરીથી અપહરણ કરી ગયાની પોલીસમાં સાસુ-સસરા સહિત સાત સામે ફરિાયાદ નોંધાઇ છે. ઘવાયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
જેતપુરમાં છ માસ પહેલાં માતા પર, રામાપીર ચોકડી પાસે ભાઇ પર અને મનહરપુરમાં યુવક પર હુમલો કરી પત્નીનું બળજબરીથી અપહરણ કરી ગયા
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગર રોડ પર આવેલા મનહરપુર શેરી નંબર 1માં રહેતા પિયુશ યોગેશભાઇ કોરીયા નામના 27 વર્ષના પ્રજાપતિ યુવાને પોતાના સાળા રાજવીર રવુભા ધાધલ, સસરા રવુભા ધાધલ, સાસુ રમજુબેન રવુભા ધાધલ, રાજવીર ધાધલનો મિત્ર ઓમદેવસિંહ અને ત્રણ અજાણ્યા શખ્સોએ છરીથી ખૂની હુમલો કરી પોતાની પત્ની રાજેશ્ર્વરી ઉર્ફે આરતીનું અપહરણ કરી ગયાની યુનિર્વસિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
બે ભાઇમાં નાના પિયુશ કોરીયાએ આઠેક માસ પહેલાં મુળ થાનગઢના વતની અને હાલ ગવરીદળના રવુભા ધાધલની દિકરી રાજેશ્ર્વરી ઉર્ફે આરતી સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાથી રવુભા ધાધલના પરિવાર દ્વારા ધાક ધમકી દેવામાં આવતી હોવાથી ચારેક માસ સુધી રાજકોટ છોડી ભાગી ગયા હતા. છ પહેલાં પોતાની માતા રમાબેન પોતાના વતન જેતપુર મકાનનું ભાડુ લેવા ગયા ત્યારે ત્યાં જઇને રાજવીર અને તેના મિત્રએ હુમલો કર્યા હોવાથી જેતપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ પોતાના મોટા ભાઇ મયુર પર રામાપીર ચોકડી પાસે રાજવીર અને રવુભાએ હુમલો કર્યાની યુનિર્વસિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ગતરાતે પિયુશ કોરીયા પોતાના ઘરે હતો ત્યારે તેની સાથે સમાધાનના બહાને સાળા રાજવીર, સસરા રવુભા, સાસુ રમજુબેન, રાજવીરનો મિત્ર ઓમદેવસિંહ અને ત્રણ અજાણ્યા શખ્સો ઘરે આવ્યા હતા ત્યારે પોતાની પુત્રી રાજેશ્ર્વરી ઉર્ફે આરતીને સોપી દેવા અંગે ઝઘડો કરી સાતેય શખ્સોએ છરીથી હુમલો કરી પોતાની પત્ની રાજેશ્ર્વરી ઉર્ફે આરતીને બળજબરીથી અપહરણ કરી પોતાની સાથે લઇ ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે. ગંભીર રીતે ઘવાયેલા પિયુશ કોરીયાને તેના બનેવી પ્રકાશભાઇ લાડવા અને પિતરાઇ હિતેશ લાડવા સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. યુનિર્વસિટી પોલીસ મથકના પી.આિ. બી.પી. રજીયા અને રાઇટર લક્ષ્મણભાઇ મકવાણા સહિતના સ્ટાફે હત્યાની કોશિષ અને અપહરણનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.