લીંબડી લખતર સ્ટેટ હાઇવે પર ઘાઘરેટિયા નજીક શિયાણી તરફથી પુરપાટ ઝડપે આવતી કાર અકસ્માતે રોડની સાઈડમાં પાણી ભરેલા વોકળામાં ખાબકતા ડુબી જવાથી બે યુવાનો ના મોત થયા હતા.
પટોળાના વેપાર અર્થે લીંબડીથી રાજકોટ પરત ફરતી વેળાએ મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં બન્ને યુવકોનું વોકળામાં ડુબતા મોત
લીંબડી પોલીસ સ્ટેશને થી પ્રાપ્ત થતી વિગતો મુજબ મુળ લીંબડી તાલુકાના ઉઘલ ગામ ના અને પટોળા વણાટ ઉદ્યોગ સાથે સંકળાયેલા અશોકભાઈ વશરામભાઇ મારૂ રહ સોમનાથ સોસાયટી કુવાડવા રોડ રાજકોટ તથા જયેશભાઇ ઇશ્ચરભાઇ મારૂ બંને કૌટુંબિક ભાઇઓ રાત્રે પટોળા ના ધંધાર્થે લીંબડી તાલુકાના શિયાણી તાવી અને લક્ષ્મીસર ગામે ગયા હતા. પરત આવી રહ્યા હતા ત્યારે તેમની પુરઝડપે આવતી કાર ઘાઘરેટિયા નજીક પાણી ભરેલા વોકળામાં ખાબકતા કારમા સવાર બંને ભાઈઓ ના પાણી માં ડુબી જવાથી ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યાં ઘટના ની જાણ થતાં જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રમેશભાઇ સોયા ગામ લોકોને તથાશિયાણી 108 ના પાયલોટ સુરેશ ચાવડા અને અરવિંદભાઇ ચૌહાણ ને લઈ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અન્ય લોકોની મદદ થી કાર ને પાણીમાં થી બહાર કાઢી બંને મૃતદેહો ને પોસ્ટમોર્ટમ માટે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા હતા લીંબડી પોલીસે વિગતો નોંધી વધુ તપાસ હાથ ધરી છે