ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સેન્ચુરિયન ખાતેની પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમ પ્રથમ દાવમાં 245 રનમાં ઓલઆઉટ થઈ હતી, જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ બીજા દિવસે સ્ટમ્પ સુધી 66 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 256 રન કર્યા છે. ત્રીજા સત્રમાં ખરાબ રોશનીના કારણે એક વખત ફરી રમત વ્હેલી સમાપ્ત થઈ ગઈ હતી. ડીન એલ્ગર 140 રને અને યાનસેન 3 રને ક્રીઝ પર છે. ભારતે પહેલી ઈનિંગમાં 245 રન બનાવ્યા હતા, ત્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ હવે 11 રન આગળ છે.
પ્રથમ ટેસ્ટ મેચમાં આફ્રિકાનું પલડું ભારે : ડીન એલગરની સદી
સાઉથ આફ્રિકા તરફથી ડીન એલ્ગરે સદી ફટકારી હતી. તે 140 રન બનાવ્યા બાદ માર્કો યાન્સેન (3 રન) સાથે અણનમ પરત ફર્યો છે. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે 2-2 વિકેટ લીધી છે. ભારતે પહેલી ઇનિંગમાં 245 રન બનાવ્યા હતા. ટીમ માટે કેએલ રાહુલે સદી ફટકારી હતી. સાઉથ આફ્રિકા તરફથી કાગિસો રબાડાએ 5 વિકેટ લીધી હતી. સાઉથ આફ્રિકા તરફથી ડેબ્યૂ કરનાર ડેવિડ બેડિંગહામે ફિફ્ટી ફટકારી હતી. 113ના સ્કોર પર 3 વિકેટ પડતાં બેડિંગહામ ડીન એલ્ગર સાથે જોડાયો. તેની સાથે એલ્ગરે સદી ફટકારી હતી અને બંનેએ એકબીજા સાથે સદીની ભાગીદારી પણ કરી હતી. બેડિંગહામે તેની પ્રથમ ફિફ્ટી 80 બોલમાં પૂરી કરી હતી. બેડિંગહામ 56 રન બનાવીને આઉટ થયો હતો, તેને મોહમ્મદ સિરાજે બોલ્ડ કર્યો હતો. આ વિકેટ સાથે તેની અને એલ્ગર વચ્ચે 131 રનની ભાગીદારી તૂટી ગઈ હતી.
દક્ષિણ આફ્રિકા છે મજબૂત સ્થિતિમાં જોવા મળી છે તેની પાછળનું મુખ્ય કારણ જ એ છે કે ભારતના બોલરો દ્વારા જે નબળી બોરિંગ કરવામાં આવી તેનાથી ટીમ ઉપર મુશ્કેલીના વાદળો જોવા મળ્યા છે અને એ વાતની પણ સ્પષ્ટતા થઈ ચૂકી છે કે મોહમ્મદ શામી વગરની ભારતીય બોલિંગ લાઈનઅપ અત્યંત નબળી છે.
ઠાકોર અને પ્રસિદ્ધ કૃષ્ણને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું પરંતુ જે રીતે તેઓએ તક ઝડપથી જોઈએ તેમાં બંને બોલરો નિષ્ફળ નીકળ્યા હતા અને ભારતીય બોલિંગ લાઈનઅપનો દારોમદાર બુમરા ઉપર જ આવી ગયો હતો. દક્ષિણ આફ્રિકાએ બીજા દિવસની રમતના અંતે ભારતને 11 રનની લીડ આપી હતી. ત્રીજા દિવસે જો ભારત વહેલાસર દક્ષિણ આફ્રિકાને આઉટ નહીં કરે તો આગળ જતા ભારતીય ટીમ માટે પહેલો ટેસ્ટ મેચ જીતવો ખૂબ કઠિન બની જશે.