તા.૨૮.૧૨.૨૦૨૩ ગુરુવાર  ,સંવંત ૨૦૮૦, માગશર વદ બીજ, પુનર્વસુ  નક્ષત્ર, ઐંદ્ર  યોગ,તૈતિલ    કરણ આજે સાંજે ૬.૪૦ સુધી  જન્મેલાંની ચંદ્રરાશિ  મિથુન (ક,છ,ઘ) ત્યારબાદ કર્ક (ડ,હ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : પ્રોપર્ટી અંગે યોગ્ય  નિર્ણય લઇ શકો, જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.

વૃષભ (બ,વ,ઉ) : નવા કાર્યમાં આગળ વધી શકો , સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે.

મિથુન (ક,છ,ઘ) :  ભાગીદારી માં કાળજી રાખવી પડે , આર્થિક બાબતોમાં મધ્યમ રહે,અન્ય બાબતો માં સારું રહે.

કર્ક (ડ,હ)   : તમારા ખુદ માટે સમય કાઢી શકો, તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

સિંહ (મ,ટ) : કેટલાક એવા બનાવ બને કે  દિવસ દરમિયાન માનસિક વ્યગ્રતા અને ઉશ્કેરાટ   રહે,સાંજ ખુશનુમા વીતે.

કન્યા (પ ,ઠ ,ણ) : ગણતરી વિનાના સાહસ ના કરવા સલાહ છે આવક  કરતા જાવક વધી ના જાય તે જોવું,હિસાબ રાખવો.

તુલા (ર,ત)  અગાઉ ના સમયમાં તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો, કર્મના સિદ્ધાંત ને સમજી શકો , શુભ દિન.

વૃશ્ચિક (ન ,ય) : ઇષ્ટદેવની આરાધના થી લાભ થાય, ધ્યાન યોગ મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય.

ધન (ધ,ભ,ફ,ઢ ): દિવસ દરમિયાન દોડધામ રહે , સાંજ પછી નસીબ સાથ આપતું જણાય,અંગત મિત્રો સાથે  મતભેદ દૂર કરી શકો.

મકર (ખ,જ) : જાહેરજીવનમાં ધ્યાન આપી શકો, આંતરિક સંબંધોમાં સારું રહે,મનની વાત વ્યક્ત કરી શકો.

કુંભ (ગ ,સ,શ) :હિત શત્રુઓ થી સાવધ રહેવું,વધુ પડતા વિશ્વાસે ના ચાલવું, વ્યક્તિગત દેખરેખ થી કામ કરવું.

મીન (દ,ચ,ઝ,થ): પ્રણય માર્ગે આગળ વધી શકો,ગમતી વ્યક્તિ થી વાતચીત  થાય, મનની વાત વ્યક્ત કરી શકો.

ફેઈસ રીડિંગ: ચહેરા પર રહેલા ગ્રહો વાંચવાની કલા!

ચહેરો આપણા અસ્તિત્વનો અરીસો છે. આપણા ચહેરાની રેખાઓ, આકાર અને હાવભાવ આપણા અંતરની વાતો કહી દે છે. ફેસ રીડિંગ એ જ્યોતિષ અને સામુદ્રિક શાસ્ત્રની જ એક શાખા છે. ચહેરાનું અવલોકન કરીને વ્યક્તિનો સ્વભાવ, લાગણીઓ, વિચારધારા અને ભવિષ્ય જાણી શકાય છે !પ્રાચીન કાળથી વિશ્વ ફેઈસ રીડિંગને મહત્વ આપતું રહ્યું છે અને  મોટા ભાગે આપણે વ્યક્તિને જોઈ ને અનુમાન લગાવતા હોઈએ છીએ પણ ફેઈસ રીડિંગ આપણને સટીક પણે સામા વ્યક્તિ વિષે માહિતી આપે છે. સામુદ્રિક શાસ્ત્ર અને જ્યોતિષમાં ચહેરાના અલગ-અલગ અવયવોના આકાર અને ચિહ્નોના અર્થો સમજાવવામાં આવ્યા છે. જેમ કે , મોટા કપાળને જ્ઞાન , ખ્યાતિ સાથે અને લાંબા નાકને મહત્વાકાંક્ષા સાથે  અને ઊંડી આંખોને શાંત સ્વભાવ સાથે જોડવામાં આવે છે.  જે રીતે જન્મકુંડળીમાં ગ્રહો જોઈ શકાય છે એ જ રીતે હસ્તરેખામાં અને ચહેરા પણ તે વાંચી શકાય છે.પરંતુ  હા, તેને ડિકોડ કરતા આવડવું જોઈએ તો જાતક વિષે ચહેરો જોઈને ઘણું ભવિષ્ય પણ ભાખી શકાય છે અને સારા ભવિષ્ય માટેના ઉપાય પણ યોજી શકાય છે આપણા વડીલો આ જ્ઞાન જાણતા હતા માટે જ ગ્રહો સુધારવા માટે લલાટ પર વીવીધ તિલક લગાવવાનો પ્રયોગ શરુ થયો વળી બહેનો બિંદી કરે છે તે આજ્ઞાચક્રનો ભાગ છે જેનાથી આજ્ઞા ચક્ર જાગૃત થઇ હકારાત્મક કામગીરી કરે છે.

—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.