ભારત સરકારે ’ધ મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર’ મસરત આલમ જૂથને આતંકવાદી સંગઠન જાહેર કરીને તેના પર પ્રતિબંધ મૂક્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વીટ કરીને આ માહિતી આપી હતી ગૃહમંત્રીએ કહ્યું કે આ સંગઠન ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હતું અને લોકોને જમ્મુ અને કાશ્મીરમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે ઉશ્કેર્યા હતા.
સંગઠન જમ્મુ અને કાશ્મીરમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે લોકોને ઉશ્કેરતું હતું
શાહે કહ્યું કે આ કાર્યવાહી યુએપીએ કાયદા હેઠળ કરવામાં આવી છે. શાહે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે મુસ્લિમ લીગ જમ્મુ અને કાશ્મીર (મસરત આલમ જૂથ) ને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ હેઠળ ’ગેરકાયદેસર સંગઠન’ જાહેર કરવામાં આવ્યું છે.
ગૃહમંત્રીએ કહ્યું કે મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર (મસરત આલમ જૂથ) અને તેના સભ્યો જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હતા. તેમણે કહ્યું કે મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર (મસરત આલમ જૂથ) આતંકવાદી ગતિવિધિઓને સમર્થન આપે છે.