Gift Cityમાં હોટલ, કલબ અને રેસ્ટોરન્ટને લીકર વેચવા માટે FL3 લાયસન્સ ફરજિયાત
ગુજરાત ન્યૂઝ
વર્તમાન સમયમાં ગીફ્ટ સીટી ચર્ચાનો વિષય બન્યું છે એ પણ ખાસ ગાંધીના ગુજરાતમાં. ગુજરાતીઓ માટે ખરેખર આ એક માન્યામાં ના આવે તેવી બાબત છે, જેમાં ગિફ્ટ સિટી ગાંધીનગરમાં શરતોને આધીન લીકરનું સેવન કરવાની છૂટ આપવામાં આવી છે. ગુજરાત આખામાં જ્યાં દારૂ બંધી છે. ત્યારે આ સમાચારથી લોકોમાં ચર્ચાઓ થવા લાગી છે કે કોને છૂટછાટ મળી છે, શું નિયમો છે, કેવી રીતે લીકર વેચી શકશે વગેરે વગેરે…
આ બાબતે સરકાર દ્વારા એક ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે જે નીચે મુજબ છે…
1) ગીફ્ટ સીટીમાં હોટલ, કલબ અને રેસ્ટોરન્ટને લીકર વેચવા માટે FL3 લાયસન્સ ફરજિયાત
2) FL3 લાયસન્સ માટે સરકારે નક્કી કરેલી સમિતિ પાસેથી પરવાનગી પત્ર મેળવવાનો રહેશે
3) ગીફ્ટ સીટીમાં માત્ર અધિકૃત રીતે કામ કરતી તેમજ મુલાકાત લેતી વ્યક્તિ જ આલ્કોહોલનું સેવન કરવા પાત્ર
4) ગીફટસીટીમાં કર્મચારીઓને લીકર એકસેસ પરમીટ અધિકૃત અધિકારી પાસેથી લેવાની રહેશે
5) અધિકૃત મુલાકાતીઓને ટેમ્પરરી પરમીટની મંજુરી કંપનીના HR હેડ અથવા જવાબદાર અધિકારીની ભલામણથી આપવામાં આવશે
6) લાયસન્સ ધારકે લીકરના જથ્થાની નિયમો અનુસાર હિસાબ રાખવાના રહેશે, સમગ્ર કામગીરી CCTV સર્વેલન્સ હેઠળ થશે
7) FL3 લાયસન્સ હેઠળ અધિકૃત કરેલા વિસ્તારમાં જ લીકરનું સેવન કરી શકાશે.
8) નિયમો અને કાયદાના ભંગ બદલ ગુજરાત નશાબંધી અધિનિયમ-૧૯૪૯ પ્રવર્તમાન કાયદા અનુસાર કાર્યવાહી કરાશે
9) લીકર લાયસન્સ સિવાય ફુડ સેફટી લાઈસન્સ તેમજ અન્ય જરૂરી પરમીશન મેળવવાની રહેશે
10) FL3 લાયસન્સ ધારક રાજ્યના અન્ય પરમીટ ધારકોને લિકર વેચાણ નહીં કરી શકે
11) લાયસન્સના સ્થળ સિવાય અન્ય કોઇ જગ્યાએ લીકર વેચી શકશે નહીં
12) FL3 લાયસન્સવાળા સ્થળમાં લિકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ ધારક જ પ્રવેશ કરી શકશે.
13) વિદેશી દારૂનું સેવન કરનાર વ્યક્તિ સેવન કર્યા બાદ વાહન નહીં ચલાવી શકશે
14) લીકર સેવન માટે ૨૧ વર્ષથી ઉપરની વયના વ્યક્તિને લિકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ આપવામાં આવશે.
15) અને FL3 લાઈસન્સ ધારકો તેમજ પરમીટ લેનારે કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ કાયદાનું પાલન કરવાનું રહેશે
16) બીજા રાજ્યના કે વિદેશી નાગરિકને અંગત ઉપયોગ માટે ઓનલાઇ ઇ-પરમીટ પોર્ટલ કાર્યરત છે
17) લીકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ ધારકે ડ્રિંક કર્યા બાદ વાહન હંકારી શકશે નહિ, પરમીટ અંગેના દસ્તાવેજો પોતાની સાથે રાખવાના રહેશે