વનડે સિરીઝ જીત્યા બાદ ભારત આફ્રિકા સામે આજથી બોક્સીંગ ટેસ્ટ રમવા મેદાને ઉતરશે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, ભારત માટેની પેસ બેટરી પડકારરૂપ સાબિત થશે. આફ્રિકાની વિકેટ વિકટ હોવાના કારણે 2 દિવસોમાં 450 રન બનાવવા ખુબજ કપરા છે. ત્યારે ભારતીય બેટ્સમેનોને દરેક સમયે એલર્ટ રવાવું પડશે. અત્યાર સુધી ટેસ્ટમાં ભારતીય બેટ્સમેન સેટ થવા માટે સમય લેતા હતા. પરંતુ હાલ ચિત્ર બદલાયું છે. અને ભારતીય બેટ્સમેનો આવતાની સાથે જ આક્રમક અંદાઝ અપનાવી રહ્યા છે. ત્યારે બેટિંગ બાદ હવે ભારત માટે બોલિંગ ચેલેન્જરૂપ બની છે.
આજથી દક્ષિણ આફ્રિકા સામે બોક્સિંગ ટેસ્ટ શરૂ !!!
ભારતિય ટીમનો બોલિંગ એટેક પડકાર રૂપ સાબિત થશે ?
આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચમાં અર્શદીપને લેવામાં આવ્યો નથી કદાચ આ નિર્ણય ભારતીય ટીમ માટે પડકારરૂપ બની શકે છે એટલુજ નહી મોહમદ શમી પણ ટીમમાં ન હોવાથી બોલિંગ ઉપર સિધીજ અસર જોવા મળશે. ભારતે ટેસ્ટ મેચમાં પ્રભુત્વ જાળવી રાખવા 7 સુધી બેટિંગ હોવી જરૂરી. ભારતીય અને આફ્રિકા વચ્ચેની ટેસ્ટ મેચ લો સ્કોરિંગ રહે તો નવાઈ નહી. હાલ ભારતીય ટીમનું ટીમ કોમ્બિનેશન શું હસે એ પણ એટલુજ જરૂરી છે. ત્યારે આફ્રિકામાં ભારતીય ટીમને ટેસ્ટ સીરીઝ જીતવા બોલારોનું પ્રદર્શન ખુબજ મહત્વનું સાબિત થશે.
ટેસ્ટ મેચમાં અર્શદીપને ન લેવાનો નિર્ણય ટીમ માટે પડકારરૂપ સાબિત થશે?
આફ્રિકા સિરિઝમાં ભારત તરફથી અર્ષદીપે સર્વાધિક વિકેટ ઝડપી હતી ત્યારે તેને ટેસ્ટમાં ન લેવાનો નિર્ણય અનેક પ્રશ્નો ઉદભવીત કરે છે. ત્યારે હાલ આર્શદીપના સ્થાને ક્યો બોલર ભારતીય ટીમની જવાબદારી સંભાળશે તે પણ જોવાનું રહ્યું.
દક્ષિણ આફ્રિકામાં ભારતનું પ્રદર્શન
દક્ષિણ આફ્રિકાની જમીન પર ભારતે 23 ટેસ્ટ રમી છે અને ફક્ત ચારમાં વિજય હાંસલ કર્યો છે. 12 મેચમાં હારનો સામનો કરવો પડયો હતો અને સાત ટેસ્ટ ડ્રો રહી છે. સેંચુરિયનની વાત કરીએ તો આ મેદાન પર ત્રણ મેચમાંથી એકમાં ભારતનો વિજય થયો હતો અને બે મેચ યજમાન ટીમે જીતી લીધી હતી.
રોહિત માટે કઠીન નિર્ણય શાર્દૂલ કે અશ્વિન?
ભારત પોતાની બેટિંગની ઊંડાઇને ઘટાડવાનું પસંદ નહીં કરે. આ સંજોગોમાં ફાસ્ટ બોલર્સને યારી આપતી પિચ પર શાર્દૂલ ઠાકુર ફરી એકવાર રવિચંદ્રન અશ્વિન પર ભારે પડી શકે છે. મેચના પહેલાં દિવસે સેંચુરિયનમાં વરસાદની સંભાવના છે. નેટ પ્રેકિટસ દરમિયાન મુકેશ કુમાર અને પ્રસિદ્ધ કૃષ્ણા વચ્ચેની હરીફાઇ દેખાઇ રહી છે. પરંતુ અશ્વિન એક બેટ્સમેન તરીકે પણ આ પૂર્વે ટેસ્ટ મેચમાં ઉભરી આવ્યો છે. ત્યારે જો બુમરાહ, સિરાજ અને મુકેશ કુમાર જો પેસ બોલર હોઈ તો અશ્વિન અને રવીન્દ્ર જાડેજા સ્પિનર તરીકે ટીમમાં હસે.
ભારતે સાઉથ આફ્રિકામાં એક પણ ટેસ્ટ સિરીઝ જીતી નથી
ભારતીય ક્રિકેટ ટીમે સૌથા આફ્રિકામાં અત્યાર સુધી એક પણ ટેસ્ટ સિરીઝ જીતી નથી. આ પહેલા ભારતીય ટીમ વિરાટ કોહલી, એમએસ ધોની, સૌરવ ગાંગુલી સહિત ઘણાં કેપ્ટનોના નેતૃત્વ હેઠળ ટેસ્ટ સિરીઝ રમવા માટે સાઉથ આફ્રિકા ગઈ છે, પરંતુ એકવાર પણ તે સિરીઝ જીતી શકી નથી. ગઈકાલે રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ફરી એકવાર જીતની આશા સાથે ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે. જો રોહિતને ટીમને જીત અપાવવી છે તો પોતાની બેટિંગથી કમાલ કરવી પડશે.