ગોંડલ ની ગોંડલી નદી પર નાં રાજાશાહી સમય નાં બન્ને પુલ જર્જરીત અને જોખમી બન્યા હોય તંત્ર ની બેદરકારી અંગે હાઇકોર્ટે રાજય સરકાર તથા પાલીકા તંત્ર ની જાટકણી કાઢી ગંભીરતા દાખવવા ટકોર કર્યા બાદ તંત્ર દોડતુ થયુ હતુ.લોડ ટેસ્ટિંગ સહીત ની પ્રકીયા બાદ સરકાર દ્વારા રુ.19 કરોડ ની ગ્રાન્ટ ફાળવી ગોંડલી નદી પર નવા પુલ બાંધવા મંજુરી આપીછે.
ફનવનિર્મિત પૂલનું હેરિટેઝ જાળવવા હાઇકોર્ટનું સૂચન
નગરપાલિકા નાં પ્રમુખ મનીષભાઈ ચનિયારા તથા કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યુ કે નવા બે પુલ બનાવવા અગે વૈકલ્પિક જગ્યા માટે તજવીજ હાથ ધરાઇ છે.સંભવિત જીમખાના પાસે તથા પાંજરાપોળ પાસે નવા પુલ નવનિર્મિત થશે.જે માટે રાજ્ય સરકાર દ્વારા મંજુરી મળી છે. દરમિયાન હાલ નાં બન્ને પુલ નાં રિનોવેશન માટે સરકાર દ્વારા રુ.બે કરોડ મંજૂર કરાયા છે.પરંતુ બન્ને પુલ નું હેરિટેઝ જળવાઇ રહેવું જોઈએ તેવો નિર્દેશ હાઇકોર્ટ દ્વારા કરાયો હોય કંઝરવેશન આર્કિટેક્ટ દ્વારા વિસ્તૃત અહેવાલ તૈયાર કરાયો છે.જે હાઇકોર્ટ નાં આદેશ મુજબ સરકાર ને મોકલાશે.