પ્રાંસલા મુકામે 24મી રાષ્ટ્રકથા શિબીરમાં સ્વામી ધર્મબંધુજીની પ્રાંસલાના ગ્રામજનો દ્વારા રક્તતુલા કરવામાં આવી હતી.
સ્વામી ધર્મબંધુજીએ પ્રેરક સંબોધન કરતાં જણાવેલ કે, યુવા અવસ્થા એટલે માત્ર ઉંમરનો મુકામ નહીં પરંતુ જે વ્યક્તિ પ્રતિદિન નિયમિત જીવનશૈલીથી આહારના નિયમોનું પાલન કરીને શારિરીક સબળતા જાળવી રાખીને, અધ્યયનશીલ રહે છે, ઉમદા ધ્યેય સાથે સંયમિત અને ચારિત્ર્યવાન જીવન જીવે છે, જીવનના પડકારોનો સામનો કરવાથી પીછેહઠ કરતાં નથી, સારી દિશામાં સાતત્યભર આગળ વધી રહ્યા છે એ સદૈવ યુવા રહે છે. યુવા રહેવા માટે પ્રતિદિન ચાર પ્રકારની શુધ્ધતા કરવી જોઇએ. પાણી દ્વારા શરીરની શુધ્ધતા, સત્ય વચન અને આચરણ દ્વારા મનની શુધ્ધતા, બુધ્ધિ દ્વરા આત્માની શુધ્ધતા અને જ્ઞાનવૃધ્ધિ દ્વારા પોતાની બુધ્ધિમત્તાની શુધ્ધતા કરવી જોઇએ.
સ્વામી ધર્મબંધુજી પ્રેરિત વૈદિક મિશન દ્વારા 24મી રાષ્ટ્રકક્ષાની શિબિર
સ્વામી ધર્મબંધુજીની પ્રાંસલાના ગ્રામજનો દ્વારા રક્તતુલા કરાઇ: પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
વધુમાં સ્વામી ધર્મબંધુજીએ જણાવેલ કે, પ્રત્યેક વ્યક્તિએ ગૌરવશાળી જીવન જીવવા માટે પાંચ પ્રકારની શકિત શારિરીક શક્તિ, માનસિક શક્તિ, આર્થિક શક્તિ, સુરક્ષા શક્તિ અને આધ્યાત્મિક શક્તિ હાંસલ કરવી જોઇએ. સહુ પ્રથમ સ્વાસ્થય જળવાઇ રહે તેવી રીતે આહાર-વિહાર-યોગના નિયમોનું પાલન કરીને બળવાન બનવાની કોશિષ કરવી જોઇએ. આ સાથે માનસિક દ્રઢતા કેળવવી જોઇએ. જેની પાસે બુધ્ધિશક્તિ છે એને સમગ્ર દુનિયા આદરથી આવકારે છે માટે વ્યક્તિએ જ્ઞાનવાન -ચારિત્ર્યવાન બનવું જોઇએ.
ત્રીજી શક્તિ છે આર્થિક શક્તિ. આર્થિક શક્તિ વ્યક્તિથી માંડીને રાષ્ટ્ર સહુ માટે પ્રાણવાયુ સમાન છે. આર્થિકપણે સ્વાવલંબી વ્યક્તિ જ સ્વમાનભેર જીવન જીવી શકે છે. જો તમારી પાસે આર્થિક ઉણપ હોય તો એના માટે અન્યને દોષિત માનીને નિષ્કીય બેસી રહ્યા વિના પોતાની ઉણપોનું વિશ્ર્લેષણ કરીને આર્થિક ઉપાર્જન કરવાની ક્ષમતા કેળવવી જોઇએ. મફતનું મેળવનાર કયારેય વિકસિત નથી બની શકતા.
ત્યારે બીએસએફના ડીઆઇજી કમલજીતસિંગએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે બોર્ડર સિકયુરીટી ફોર્સના ડીઆઇજી કમલજીતસિંગ એ બીએસએફ વિશેની દીર્ધ પીપીટીના માધ્યમથી બીએસએફની સ્થાપનાથી તેના ગૌરવશાળી ઇતિહાસ, કાર્યો વિગેરે વિશે માહિતગાર કર્યા હતા. 25 બટાલિયનથી શરૂ થયેલ બીએસએફ આજે 193 બટાલિયન સાથેનું વિશ્વનું સૌથી મોટું સૈન્ય દળ છે. જેના શિરે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મ્યાંન્મારની 7219 કિલોમીટરની વિશાલ સરહદોના રક્ષણની જવાબદારી છે. માઇનસ 40 ડિગ્રીથી ધોમધખતા રણના વિષમ હવામાનમાં બીએસએફ તેની ફરજ નિભાવી રહેલ છે. ઘણી સરહદોને કાંટાળા તારથી સિલ કરીને ગેરકાયદેસર ઘુસણખોરી, દાણચોરી અને ડ્રગ્સને રોકવાના પ્રયાસ કરવામાં આવે છે. હવે દુશ્મનો ડ્રોન દ્વારા ઘુસીને ડ્રગ્સ, શસ્ત્રો સપ્લાય અને જાસુસી કરવાના પ્રયાસને નિષ્ફળ કરવામાં આવી છે.
શાળાને હવે પ્રાચીન સમયના ગુરૂકુળમાં પરિવર્તિત કરવાની જરૂર છે: મુકેશ ખન્ના
‘શક્તિમાન’ મુકેશ ખન્નાએ પ્રેરક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે ‘શક્તિમાન’ મુકેશ ખન્ના એ શાળાને હવે હવે પ્રાચીન સમયના ગુરૂકુળમાં પરિવર્તિત કરવાની જરૂર છે કારણકે, આજકાલ શાળા- કોલેજમાં માત્ર પુસ્તકીય જ્ઞાન મેળવે છે પરંતુ જીવનના જ્ઞાનથી વંચિત રહે છે. આજની શિક્ષણ પ્રણાલીમાં શારિરીક- માનસિક વિકાસ કરવાની કોઇ જોગવાઇ નથી. માત્ર રોજગારી મેળવવી એક્જ લક્ષ્યથી બાળકથી યુવાન બની જાય છે. આપ મોબાઇઅલ ગેમથી દુર રહીને ખુબ શારિરીક રમત રમીને મજબુત બનો. વ્યસનોથી જોજનો દુર રહો.
જીવનમાં નવું શીખવા માટે હરહંમેશ તૈયાર રહો. શીખવાની કોઇ ઉંમર મર્યાદા નથી હોતી. આજના કોમ્પ્યુટર, મોબાઇલના યુગમાં આપની 60 % શક્તિ આંખો દ્વારા વેડફાય છે. માટે સમયાંતરે આંખોને આરામ આપો, આંખોનું જતન કરો. સુર્યોદય સમયે હંમેશા પાણીનો અર્ધ્ય આપો જેનાથી આંખોની રોશની વધશે સહિત યોગ પ્રયોગ દ્વારા કાર્ય કરતી વેળા સ્ફુર્તી મેળવી શકાય વિશે નિર્દેશન આપ્યું હતું. માત્ર ક્રિયાકાંડ કે ભજન રટણથી જ ધાર્મિક હોવાનો ડોળ ના કરો. ધર્મના આચરણથી આપની સદવ્યક્તિ તરીકેની સૌરભ પ્રસરે તો જ આપ સાચા ધાર્મિક બન્યા કહેવાશો.
આત્માની જાગૃતિ માટે આધ્યાત્મિક બનો. ખુબ કહેવાયું છે કે, પતિવ્રતા સ્ત્રી વિશે, આવી જ રીતે પત્નીવ્રતા પુરૂષ પણ બનવા જોઇએ અને લગ્નોતર સંબધોથી દુર રહે. મણીપુરથી 84 શિબીરાર્થીઓને એરોપ્લેનથી લાવનાર શિક્ષણાધીકારીએ મણીપુરને ભારતનું સ્વીઝર્લેન્ડ લેખાવતા મણીપુરના કળા-સાહિત્ય ઉપરાંત સામાજિક- ભૌગોલિક પૃષ્ઠભૂમિનો પરિચય આપ્યો હતો. પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ કેન્દ્રિય મંત્રી ડો.વલભભાઇ કથીરિયા અને પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માકડીયાના પ્રેરક સંબોધન કર્યા હતા.