હિંમતનગર સમાચાર
હીમતનગરના મોઢુકા ગામેથી દીપડો પકડાયો હતો. જેમાં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગામમાં વહેલી સવારે દીપડો દેખાતા ગામલોકોમાં ભયનો માહોલ છવાયો હતો અને ભયને લઈ ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી. જ્યારે દીપડાને ભગાડવા માટે ગામના ૨૦૦ થી વધુ લોકો ધારીયા અને દંડા સાથે પહોંચ્યા હતા અને દીપડાને લોકોએ દંડાથી મારી ફોરેસ્ટ વિભાગની મદદથી ઝડપી પાડયો હતો . સારવાર બાદ દીપડાને જંગલ વિસ્તારમાં છોડવા કવાયત હાથ ધરવામાં આવી હતી પરંતુ જોવામાં આવેતો એક વીડિયોમાં લોકો દીપડાને દોડાવી દોડાવીને દંડા વડે મારતાં નજરે પડ્યા હતા અને આ ઘટનાને પગલે જીવદયા પ્રેમીઓના હૃદય પણ દ્રવી ઉઠ્યા હતા જે સમયે આ ઘટના બની ત્યારે વન વિભાગની ટીમ પણ ત્યાં હાજર હતી પણ સવાલ એ ઊભો થાય છે .
આ સમગ્ર મામલે સાબરકાંઠા ડી.એફ.ઓને પૂછતા તેમણે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે દીપડાનું રેસક્યુ કરી તેની સારવાર ચાલી રહી છે અને જ્યારે અમે આ વિડિયો જોયો તો તેમાં લોકોનું ટોળું હાથમાં દંડા સાથે દીપડાને મારતાં નજરે પડ્યા હતા એટલે આ વીડિયો આધારે અમે કાર્યવાહી કરવા સૂચના આપી છે.