જામનગર સમાચાર
જામનગરમાં જોગર્સ પાર્ક વિસ્તારમાં પુરપાટ ઝડપે દોડી રહેલી એક કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતાં સ્કૂટર સવાર બે મિત્રોને ફેક્ચર સહિતની નાની મોટી ઈજા થઈ છે. જે મામલે કાર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ ઘેડ બાપુનગર વિસ્તારમાં રહેતો પ્રદિપસિંહ જયેન્દ્રસિંહ જેઠવા નામનો ૩૦ વર્ષનો યુવાન પોતાના મિત્ર નાગરાજસિંહ સાથે સ્કૂટરમાં બેસીને ચા પાણી પીવા માટે જઈ રહ્યા હતા.
જે દરમિયાન પુરપાટ વેગે આવી રહેલી કારે સ્કૂટરને હડફેટમાં લઈ લેતાં બંને મિત્રોને ફ્રેક્ચર સહિતની નાની મોટી ઈજા થવાથી જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે . આ અકસ્માતના બનાવ અંગે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે કારના નંબરના આધારે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.