જેન્ટલમેન ગેમ ક્રિકેટ હવે પૈસાની અને પ્રોફેશલ રમત બની ગઈ છે. જેમાં જડપી ઉભરો તો આવે છે સામે એ ઉભરો થોડા જ સમયમાં શાંત પણ થઈ જાય છે . આ ખેલાડીઓ માટે મોટી કમનસીબી છે . આ સ્થિતિ યથાવત રહી તો ખેલાડીઓ સ્ટ્રેસ આવી જશે . ત્યારે હવે ખેલાડીઓ માટે પોતાનું પ્રદર્શન ઉત્કૃષ્ટ કરવું ખુબજ અનિવાર્ય બની ગયું છે. ત્યારે આઇપીએલની 17મી સીઝન માટે જે હરાજી થઈ તેમાં ઘણાં દિગજોનું ભવિષ્ય અંધકારમાય બની રહ્યું છે. દરેક ફ્રેન્ચાઈઝીએ 25-25 ખેલાડીઓ લીધા પછી પણ દિગજોને ખરીદનાર કોઈ નથી મળ્યું.
સ્ટીવ સ્મિથ, હેઝલવુડ જેવા ખેલાડીઓને કોઈજ ખરીદનાર ન મળ્યું
દુબઈમાં યોજાયેલી આઈપીએલની હરાજીમાં લીડ ઑક્શનરની જવાબદારી આ વખતે પહેલીવાર મલ્લિકા સાગરે નિભાવી હતી. વીમેન્સ પ્રીમીયર લીગની શરૂઆતની બે સિઝનમાં પણ તેમણે જ હરાજી કરી હતી. આ હરાજીમાં 332 ખેલાડીઓની હરાજી થઈ હતી. કુલ 8 ટીમોએ મહત્તમ 25 ખેલાડીઓની ખરીદી કરી છે. જ્યારે બે ટીમોએ 23 ખેલાડીઓની ખરીદી કરી છે. આ વખતે કોલકાતા નાઇટ રાઇડર્સ પાસે સૌથી વધુ 12 ખેલાડીઓની જગ્યા ખાલી હતી. તો ગુજરાત ટાઇટન્સ પાસે સૌથી વધુ 38.15 કરોડ રૂપિયા હરાજી માટે ઉપલબ્ધ હતા. લખનઉ સુપર જાયન્ટ્સ પાસે સૌથી ઓછા 13.15 કરોડ રૂપિયા ઉપલબ્ધ હતા.
આ દીગજોને કોઈ ખરીદનારની મળ્યું
– સ્ટીવ સ્મિથ
મંગળવારે દુબઈમાં યોજાયેલી હરાજી દરમિયાન ઓસ્ટ્રેલિયાની ટીમના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથને નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. તેમની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતી. પરંતુ આ હરાજી દરમિયાન તેને કોઈ ખરીદનાર મળ્યો ન હતો.
– જોશ હેઝલવુડ
ઑસ્ટ્રેલિયન ખેલાડી જોશ હેઝલવુડને પણ આ હરાજી દરમિયાન કોઈ ટીમે ખરીદ્યા ન હતા. તેમની બેઝ પ્રાઇઝ પણ 2 કરોડ રૂપિયા હતી.
– રેસી વાન ડર ડ્યુસેન
આ સમયગાળા દરમિયાન, દક્ષિણ આફ્રિકાના ખેલાડી રેસી વાન ડર ડ્યુસેન પણ નિરાશ થયા. તેમની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતી.
– કાઇલી જેમિસન
વિશ્વના સૌથી ઊંચા કદના ફાસ્ટ બોલરોમાં જેની ગણતરી થાય છે તેવા ન્યૂૃઝીલેન્ડના કાઈલી જેમિસનને પણ આ હરાજી દરમિયાન નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. તેમની બેઝ પ્રાઇઝ 1 કરોડ રૂપિયા હતી.