રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધો.6થી 10ના વિદ્યાર્થીઓ માટે એકલવ્ય કાર્યક્રમ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ગણિત અને વિજ્ઞાન જેવા મહત્ત્વના વિષયોમાં વિદ્યાર્થીઓને પાઠ્યસામગ્રીમાં આપેલા અભ્યાસક્રમની બાબતો સિવાય પણ અગત્યના મુદ્દાનો ખ્યાલ આવે તે માટે આઈઆઈટી ગાંધીનગરના સહયોગથી આ કાર્યક્રમ શરૂ કરાયો છે. જેમાં દર શનિવારે સવારે ઓનલાઈન સેશન યોજાશે. આમ, ગણિતના 17 અને વિજ્ઞાનના 17 મળી કુલ 34 ઓનલાઈન સેશન દ્વારા વિદ્યાર્થીઓને પુસ્તક સિવાયનું પણ જ્ઞાન આપવાનો પ્રયાસ કરાશે.
ગણિતના 17 અને વિજ્ઞાનના 17 મળી કુલ 34 ઓનલાઈન સેશન દ્વારા વિદ્યાર્થીઓને પુસ્તક સિવાયનું પણ જ્ઞાન આપવાનો પ્રયાસ કરાશે
શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ અંતર્ગત આપવામાં આવેલી ઈન્ટરેક્ટિવ પેનલ પર આ ઓનલાઈન સેશનમાં જોડાઈ શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર વિદ્યાર્થીનાં સર્વાંગી વિકાસ માટે માત્ર પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમને જ પૂરતું ગણવાના બદલે તેઓને વૈશ્વિક સ્તરની ઉચ્ચ ગુણવત્તા માટેનું જ્ઞાન પણ પ્રાપ્ત થાય તેની હિમાયત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ શાળાના વર્ગોમાં જે અભ્યાસ શીખે છે તેને જીવન અનુબંધિત બનાવવા માટે અનુભવયુક્ત શિક્ષણની જરૂરિયાત છે.
વિદ્યાર્થીઓને પાઠ્યસામગ્રીમાં આપેલા અભ્યાસક્રમની બાબતો અને તે સિવાયના અન્ય અગત્યના ખ્યાલો, દૃષ્ટાંતો સમજવાની પૂરતી તકો પણ મળી રહે તે આવશ્યક છે. આ માટે ઓનલાઈન શિક્ષણ દ્વારા સહાયક શિક્ષણ મળે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર 21મી સદીની કુશળતા માટે મેથિમેટિક્સ રિસનિંગ, ક્ધસેપ્ટ ક્લેરિટી, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, રિસર્સ સ્કિલ્સ, સોફ્ટ સ્કિલ્સ, પ્રોબલમ સોલ્વિંગ, ક્રિટીકલ થિંકીંગ, ઈનોવેશન, કમ્યુનિટી સ્કિલ્સ, હાઈ ઓર્ડર થિંકીંગ ઇચ્છિત છે. આ ઓનલાઈન સેશનનું દર શનિવારે સવારે 10:00થી 11:00 વાગ્યે સપ્તાહમાં એક વાર પ્રસારણ કરવામાં આવશે. શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ અંતર્ગત આપવામાં આવેલા ઈન્ટરેક્ટિવ પેનલ પર આ ઓનલાઇન સેશનમાં ઓનલાઈન જોડાઈ શકાશે.