ગુજરાત હાઇકોર્ટની આકરી ઝાટકણી બાદ રાજ્ય સરકાર દ્વારા પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલિસી-2023 બનાવામાં આવી છે. રાજ્યની તમામ મહાનગર પાલિકા અને નગરપાલિકાઓમાં ઢોર પકડવાની કામગીરી વેગવાન બનાવી દેવામાં આવી છે. દરમિયાન આગામી 1 જાન્યુઆરીથી રાજકોટ શહેરમાં જો લાયસન્સ કે પરમીટ વિનાના ઢોર પકડાશે તો તેને છોડવામાં આવશે નહી.
31મી સુધીની અવધી: 1 જાન્યુઆરીથી લાયસન્સ વિનાના ઢોર પકડાશે તો છોડાશે નહી
રાજકોટ મહાનગર પાલિકાના પ્રાણી રંજાડ અંકુશ વિભાગ દ્વારા આજે માલધારીઓને અંતિમ ચેતવણી આપવામાં આવી છે. જેમાં એવું જણાવવામાં આવ્યું છે કે આગામી 1 જાન્યુઆરીથી મહાપાલિકા વિસ્તારમાં જે પશુ પાલકો અને પશુ માલીકોએ જે પશુઓ માટે લાયસન્સ અને પરમીટ મેળવી હશે તે પરવાનગી વાળી જગ્યાએ જ પોતાના પશુઓ રાખવાનું લાયસન્સ કે પરમીટ નથી. તેઓએ પોતાના પશુ 31મી ડિસેમ્બરે રાત્રીના 12 વાગ્યા સુધીમાં કોર્પોરેશનની હદની બહાર પોતાના ઢોર ખસેડી લેવા તાકીદ કરવામાં આવી છે.
આગામી 1 જાન્યુઆરી બાદ જો લાયસન્સ કે પરમીટ વિનાના ઢોર પકડાશે તો તેને છોડવામાં આવશે નહિં. નવા કાયદાની અમલવારી બાદ શહેરમાં રખડતા-ભટકતા ઢોરનો ત્રાસ થોડા અંશે ઘટ્યો છે.