બાળકો કોઇને કોઇ કારણસર અભ્યાસ છોડી દેતા રાજ્યભરમાં ડ્રોપ આઉટ રેશિયો વધે છે. એકબાજુ નેશનલ એજ્યુકેશન પોલિસી દેશભરમાં લાગુ કરવામાં આવી રહી છે ત્યારે તાજેતરમાં જ દેશભરના જુદા જુદા રાજ્યોના જાહેર થયેલા ડ્રોપ આઉટ રેશિયોના આંકડા ચિંતાજનક છે.દેશ તો આગળ વધી રહ્યો છે, પરંતુ શિક્ષણામાં પડકારો વધી રહ્યા છે આવું એટલા માટે કહી શકાય કેમ કે,ધોરણ 10 દરમિયાન શાળા છોડનારા વિદ્યાર્થીઓની સંખ્યાને લઈને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ભારતના શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં માહિતી આપતા જણાવ્યું કે સત્ર 2022-23માં 29 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષામાં નાપાસ થયા હતા. સરકારી આંકડાઓ અનુસાર, ઓડિશા અને બિહારમાં વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દેવાની ટકાવારીમાં નોંધપાત્ર વધારો થયો છે. ઓડિશામાં ડ્રોપઆઉટ રેટ 39.4 થી વધીને 49.9 થયો છે, જ્યારે બિહારમાં આ દર 41.6 થી વધીને 42.1 થયો છે.
વર્ષ 2022-23માં 29 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષામાં નાપાસ થયા હતા: ઓડિશામાં ડ્રોપઆઉટ રેટ 39.4 થી વધીને 49.9 થયો છે, જ્યારે બિહારમાં આ દર 41.6 થી વધીને 42.1 થયો છે
મહારાષ્ટ્ર અને ગોવામાં પણ, શાળા છોડી દેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે, પરંતુ અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિદ્યાર્થીઓની શાળા છોડી દેવાની સંખ્યામાં ઘટાડો થયો છે. ભારતમાં ધોરણ 10માં ડ્રોપઆઉટ ટકાવારી 2021-22માં 20.6% હતી, જ્યારે 2018-19માં તે 28.4% હતી. આ વર્ષે તે 21 ટકા છે.
સાંસદ કલાનિધિ વીરસ્વામીના પ્રશ્નોના જવાબમાં, કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે 1,89,90,809 વિદ્યાર્થીઓ 2022માં ધોરણ 10ની પરીક્ષા આપી હતી, જેમાંથી 29,56,138 વિદ્યાર્થીઓ ધોરણ 10માં આગળ વધવામાં નિષ્ફળ ગયા હતા.
પરીક્ષામાં વિદ્યાર્થીઓની નિષ્ફળતાના કારણો વિવિધ પરિબળો પર આધાર રાખે છે – શાળાઓમાં ન આવવું, શાળાઓમાં સૂચનાઓનું પાલન કરવામાં મુશ્કેલી, અભ્યાસમાં રસનો અભાવ, પ્રશ્નપત્રની મુશ્કેલીનું સ્તર, ગુણવત્તાયુક્ત શિક્ષકોનો અભાવ અને માતા-પિતા, શિક્ષકો અને શાળાઓના સમર્થનનો અભાવ તેમ મંત્રીએ જણાવ્યુ હતું.
રાજ્યોની ડ્રોપઆઉટ સ્થિતિ
- ઓડિશા – 49.9 ટકા
- બિહાર – 42.1 ટકા
- મેઘાલય – 33.5 ટકા
- કર્ણાટક – 28.5 ટકા
- આંધ્ર પ્રદેશ – 28.3 ટકા
- આસામ – 28.3 ટકા
- ગુજરાત – 28.2 ટકા
- તેલંગાણા – 27.4 ટકા