વિશ્વનું ભવિષ્ય હવે આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ આધારિત હશે તેવું કહેવું અતિશ્યોક્તિ નથી. દિન પ્રતિદિન આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ આધારિત ટેક્નોલોજી માનવ જીવન સાથે વણાતું જઈ રહ્યું છે. તેવી જ એક કમાલ પાકિસ્તાનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સે કરી છે. જેલમાં રહેલા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને વગર સ્પીચે દેશ આખાને આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સના માધ્યમથી સંબોધીત કર્યું છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સની વોઇસ ક્લોન પદ્ધતિનો ઉપયોગ કરી વર્ચ્યુલ રેલીનું સંબોધન કરાયું
પાકિસ્તાનમાં ચૂંટણીને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેવામાં પીટીઆઈ પાર્ટીની ઈન્ટરનેટ રેલી દરમિયાન ઇમરાન ખાનના ભાષણની આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ જનરેટેડ ઓડિયો ક્લિપ તેમના ફોટા પર ચલાવવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર હજારો લોકો દ્વારા લાઇવ જોવામાં આવ્યા હતું. ઓડિયો ક્લિપ દ્વારા ઈમરાન ખાને સમર્થકોને 8 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણીમાં મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી.
પાકિસ્તાનમાં ટૂંક સમયમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે અને તેના માટે ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ અને નવાઝ શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ (પીએમએલ) પાર્ટી તૈયારીઓ કરી રહી છે. ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. દેશમાં સામાન્ય ચૂંટણી 8 ફેબ્રુઆરીએ યોજાવાની છે. હાલમાં, ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન જેલમાં છે અને તે લોકો પાસેથી મત મેળવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી રહ્યા છે.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને વિપક્ષ પ્રહારો કર્યા હતા ઈમરાન ખાને ભાષણમાં કહ્યું, ‘અમારી પાર્ટીને જાહેર રેલીઓ યોજવાની મંજૂરી નથી. અમારા લોકોનું અપહરણ કરવામાં આવી રહ્યું છે અને તેમના પરિવારજનોને પરેશાન કરવામાં આવી રહ્યા છે.