આજની આ ભાગદોડવાળી જિંદગીમાં લોકોની સહનશક્તિ ક્યાંકને ક્યાંક ઓછી થઇ ગઇ છે. આથી જ ઘણા લોકોને વાત-વાતમાં ઘણો ગુસ્સો કરવાની આદત પડી ગઇ હોય છે. આ ગુસ્સાના કારણે જ તેઓ તેમના ખાસ કે દિલથી નજીક રહેતા વ્યક્તિ કે વસ્તુ પર પોતાનો ગુસ્સો ઉતારવામાં જરા પણ સમય નથી લગાવતા, અને એકવાર ગુસ્સો ઉતારી દીધા પછી તેમને એકા-એક એવો અહેસાસ થાય છે કે તેમણે ગુસ્સામાં જ ઘણું બધુ કહી દીધું.
હકીકતમાં પોતાની ભાવનાને વ્યક્ત કરવાનું માધ્યમ જ ગુસ્સો હોય છે. જેમ કે આપણે જ્યારે વધુ પરેશાન થઇ જાય કે આપણા મનમાં કોઇ વસ્તુ કે વ્યક્તિને ખોઇ બેેસવાનો ડર લાગતો હોય ત્યારે એવામાં વ્યક્તિને ગુસ્સો આવતો હોય છે. આ બિમારી ઘણા લોકોને સતાવતી હોય છે. આવું ન થાય એ માટે વ્યક્તિએ નીચેની બાબતોનું અનુસરણ કરવું જોઇએ જેથી તેનો ઉકેલ લાવી શકાય છે.
– મન શાંત રાખવું :
જ્યારે તમારુ મન શાંત ન હોય એવા વખતે પણ વ્યક્તિને ગુુસ્સો આવતો હોય છે. વ્યક્તિ ઘણી વખત પોતાના-ભૂતકાળ વિશે વિચારતો હોય છે અથવા તો ભવિષ્યને લઇને ચિંતામાં પડ્યો હોય છે. તેને ભૂતકાળમાં આવું નહીં પરંતુ આમ થયું હોત તો સારું રહેત, એવા વિચાર આવે છે. તથા ભવિષ્ય માટે એવું વિચારતો હોય છે કે જો આવું થઇ જાય તો કેટલું સારું રહેશે. માટે શ્રેષ્ઠ એ જ રહેશે કે જો મન શાંત રહેશે. તો જીવન જીવવામાં મજા આવશે.
– પોઝીટીવ વિચારસરણી :
માણસ તેની સાથે જે કંઇ પણ થાય છે કે સારા માટે જ છે અને સારું જ થાશે એવી વિચારધારા મગજમાં બાંધી લે તો ખરેખર ઘણા અંશે તે પોતાના ગુસ્સા પર કાબુ મેળવી શકે છે. આથી હંમેશા થાય એટલું પોઝીટીવ વિચારવું જોઇએ.
– ગુસ્સાની લાગણી ન આવવા દેવી :
આ ઉપરાંત વ્યક્તિએ ગુસ્સાની લાગણીને પોતાના પર હાવી ન થવા દેવી જોઇએ. વ્યક્તિના જીવનમાં તેના મિત્રો અગત્યનું સ્થાન ધરાવે છે. આથી જો ક્યારેક કોઇ બાબત પર મિત્ર સાથે મત-ભેદ કે વાદ-વિવાદ થાય કે અહમને ઠેસ પહોંચે એવા વખતે આપણે સામાન્ય રીતે ગુસ્સાનો જ સહારો લેતા હોયએ છીએ. આવું ન થાય તે માટે ગુસ્સામાં હોય તે વખતે આપણે જે-તે મિત્રથી દૂર જઇને મન શાંત કરવાની કોશિશ કરવું જોઇએ. જો આમ ન કરીએ તો નાની અમથી વાત પણ મિત્રો વચ્ચે સંબંધ બગાડી શકે તેટલી ઉગ્ર બની શકે છે. માટે મન શાંત કરી સંબંધોને જાળવતા શીખવું જોઇએ.