એક એવું ગામ છે જ્યાના લોકોની બહારની દુનિયાથી કોઈ જ લેવા દેવા નથી. અહીં જમીનની નીચે જ આવેલી છે અજીબ દુનિયા. જમીનની સપાટીથી હજારો ફૂટ દૂર ઉંડાણમાં આવેલી છે આ જગ્યા. જેને જોઈને પણ તમે ડરી જશો. કોઈ વસ્તુ લેવા મુકવા ઘણાં લોકો હેલિકોપ્ટરની મદદ પણ લેતા હોય છે એ પણ જોવા જેવું છે.

તમે વાર્તાઓમાં સ્વર્ગ લોક અને પાતાળ વિશે સાંભળ્યું જ હશે. એવું કહેવાય છે કે પાતાળ જમીનની નીચે આવેલું છે. જો કે, આ ફક્ત વાર્તાઓમાં સાંભળવામાં અને જોવા મળે છે. પરંતુ એક એવું ગામ છે જે જમીનથી 3 હજારો ફૂટ નીચે આવેલું છે. આ ગામ અમેરિકાની ગ્રાન્ડ કેન્યનની હવાસુ કેન્યનમાં આવેલું છે. આ ગામનું નામ સુપાઈ છે.VILLAGE 3 1024x683 1

વાસ્તવમાં, અમેરિકાના પ્રખ્યાત ગ્રાન્ડ કેન્યોન પાસે હવાસુ કેન્યોનમાં સુપાઈ નામનું એક ગામ છે. આ ગામ જમીનની સપાટીથી ત્રણ હજાર ફૂટ નીચે આવેલું છે. આ ગામ આખી દુનિયામાં ઇન્ટરનેટ પર ઘણું સર્ચ કરવામાં આવે છે. સાહસના શોખીનો દર વર્ષે અહીં મુલાકાત લેવા આવે છે. દર વર્ષે વિશ્વભરમાંથી લગભગ 5.5 મિલિયન લોકો તેને જોવા માટે એરિઝોના આવે છે. આ ગામ હવાસુ કેન્યોન પાસે ઊંડી ખાડીમાં આવેલું છે.VILLAGE 1 1024x683 1

આ ગામની કુલ વસ્તી 208 હોવાનું કહેવાય છે. જમીનની સપાટીથી લગભગ 3000 ફૂટ નીચે આવેલા આ ગામના રહેવાસીઓ અમેરિકાના રેડ ઈન્ડિયનના મૂળ રહેવાસી છે. તમને જણાવી દઈએ કે આ ગામ વિશ્વના સંપર્ક અને સુવિધાથી વંચિત છે. આ ગામમાં વાહનવ્યવહારના સાધનો પણ મર્યાદિત છે. આધુનિક યુગમાં પણ આ ગામ બહારની દુનિયાથી સંપર્ક વિહોણું છે.COW1 1024x683 1

આ ગામ સુધી પહોંચવા માટે મુશ્કેલ યાત્રા કરવી પડે છે. લોકો અહીં પહોંચવા માટે ખચ્ચરનો પણ ઉપયોગ કરે છે. કેટલાક લોકો અહીં પહોંચવા માટે એરોપ્લેનનો પણ ઉપયોગ કરે છે, જે ગામને નજીકના હાઈવે સાથે જોડે છે. એટલું જ નહીં આજે પણ આ ગામમાં પત્રો કે ચિઠ્ઠીઓની આપ-લે કરવાનું કામ ખચ્ચર દ્વારા કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.