પાચનથી લઇને અનેક સમસ્યાઓ માટે આદુ એક યોગ્ય ઉપચાર છે પરંતુ આદુની અમુક નબળાઇઓ પણ છે, તે દરેક માટે યોગ્ય અને ફાયદાકારક નથી, માટે જો તમે આ પ્રકારની સમસ્યાથી પિડાઇ રહ્યા હોય તો આજે જ આદુ ખાવાનું બંધ કરો…..
-દુબળા પાતળા :
આદુ વજન ઘટાડવા માટે મુખ્ય લક્ષણો ધરાવે છે. જે પાચનશક્તિને નિયમિત કરે છે. અને પેટની સમસ્યાઓથી રાહત અપાવે છે. પરંતુ જો લોકો શારીરીક રીતે નબળા છે તેમણે આદુનુ સેવન કરવું નહી, આદુ લેવાથી તેમને વિટામિનની કમી તેમજ વાળ ખરવાની તકલીફો થઇ શકે છે.
– હેમોફિલિયા :
ઘણા લોકોને લોહી ઘટટ બની જતું હોય છે. અથવા ખુનમાં ગાંઠ થઇ જતી હોય છે. માટે ઇજા થઇ હોય તો રુજ આવતી નથી અને વધુ લોહી વેળફાઇ જતું હોય છે ત્યારે આદુ બ્લડ સર્ક્યુલેશન વધારે છે. આ એક આદત તમારો જીવ જોખમમાં મુકી શકે છે.
– પ્રેગનેન્સી :
આદુ ગર્ભવતી મહિલાઓ માટે યોગ્ય નથી છેલ્લા મહિનામાં આદુ લેવાથી લેબર પહેલા જ બાળક આવી શકે છે.
-ડાયબેટીક અને બ્લડપ્રેશર :
જો તમે બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝ જેવી બિમારીઓથી પિડાઇ રહ્યા હોય આદુનુ સેવન ભુલથી પણ કરવું નહી કારણ કે હાઇ બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝની દવાઓ જો આદુ સાથે ભળે તો વધુ નુકશાનકારક બની શકે છે.