તા.૧૭.૧૨.૨૦૨૩ રવિવાર ,સંવંત ૨૦૮૦, માગશર સુદ પાંચમ, ધનિષ્ઠા નક્ષત્ર, હર્ષણ યોગ, કૌલવ કરણ આજે બપોરે ૩.૪૬ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ મકર (ખ,જ) ત્યારબાદ કુંભ (ગ ,સ,શ ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : આવકમાં મધ્યમ રહે ,આકસ્મિત લાભ થાય,ધાર્યા પરિણામ પ્રાપ્ત કરી શકો, પ્રગતિકારક દિવસ.
વૃષભ (બ,વ,ઉ) :સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,વેપારીવર્ગને મધ્યમ રહે,નોકરિયાતને સારું રહે,આગળ વધવાની તક મળે,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) : નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો,મિત્રોની મદદ મળી રહે ,પ્રગતિકારક દિવસ .
કર્ક (ડ,હ) : માનસિક વ્યગ્રતા રહે,મનનું ધાર્યું ના થાય,નેગેટિવ વિચારો આવે, મધ્યમ દિવસ.
સિંહ (મ,ટ) : અંગત જીવનમાં સારું રહે,સામાજિક રીતે આગળ વધી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
કન્યા (પ,ઠ,ણ) : જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું,વધુ પડતી ચિંતાઓ ટાળવી,પરેજી પાલવ સલાહ છે .
તુલા (ર,ત) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો,કૌટુંબિક પ્રશ્નો ઉકેલી શકો, શુભ દિન .
વૃશ્ચિક (ન,ય) : નવા આયોજનો વિચારી શકો ,તમારા શોખ માટે સમય કાઢી શકો, દિવસ આનંદ માં પસાર થાય.
ધન (ધ,ભ,ફ,ઢ): ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ મળી રહે, નવા સંબંધોમાં સારું રહે, યાદગાર દિવસ.
મકર (ખ,જ) : આર્થિક બાબતો માં મધ્યમ રહે,વાણી વર્તન માં કાળજી લેવી,સત્ય કહેવાની રીત પણ બદલવી પડે.
કુંભ (ગ,સ,શ ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા મેળવી શકો .
મીન (દ,ચ,ઝ,થ): ખર્ચ પર અંકુશ રાખવો,નાણાકીય આયોજન કરવું જરૂરી બને,યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બને છે.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
— મકર રાશિમાં ચંદ્ર પોતાના અંગત સંબંધોને તપાસતો રહે છે
ગુરુના ઘરમાં સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ શેરબજારને નવી તેજી આપી રહ્યું છે અને વ્યાપાર વાણિજ્ય પણ આગળ વધી રહ્યા છે તો અગાઉ અત્રે લખ્યા મુજબ વિશ્વના ઘણા દેશ ભારત ના નાગરિક માટે પોતાના દરવાજા ખોલી રહ્યા છે ! ગોચર ગ્રહોની વાત કરીએ તો ચંદ્ર મહારાજ આજે બપોરે ૩.૪૬ સુધી મકર રાશિમાંથી પસાર થઇ રહ્યા છે, મકર રાશિમાં જયારે કોઈ પણ ગ્રહ હોય ત્યારે તેનો ગુણ પહેલા શાંતિથી બેસી પરિસ્થતિનો તાગ લેવાનું હોય છે મકર રાશિમાં ચંદ્ર પોતાના અંગત સંબંધોને તપાસતો રહે છે જયારે મકરમાં સૂર્ય હોય તો આજુબાજુની પરિસ્થિતિને સમજી તેની પર કંટ્રોલ કરવા પ્રયત્ન કરે છે જયારે મંગળ હોય તો એક વાર ઘટનાને બરાબર સમજ્યા બાદ તેના પર ત્વરિત એક્શન લેનારા હોય છે! જયારે બુધ હોય તો પહેલા શાંતિથી પરિસ્થિતિ નિહાળી બુદ્ધિપૂર્વક તેમાંથી માર્ગ કાઢે છે. ગુરુ મહારાજ મકરમાં નીચસ્થ બને છે એની દ્રષ્ટિ વ્યાપક છે માટે તે નાની નાની ઘટનામાં પડતા નથી અને તેમાં જવાબ આપવાનું પણ યોગ્ય ગણતા નથી પણ શુક્ર હોય તો કલાત્મક રીતે અલગ જ અંદાજ થી પરિસ્થિતિનો જવાબ આપે છે જયારે શનિ એકદમ ક્રૂર બની પહેલા બધું થવા દે છે અને ત્યારબાદ પુરી રેકી કરી યોગ્ય સમયે પૂરો બદલો આપે છે આ જ સ્થાને રાહુ હોય તો અલગ પદ્ધતિથી જવાબ આપે છે જયારે કેતુ પરિસ્થિતિને જ તીતર બીતર કરી નાખે છે!!
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨