અરવલ્લી સમાચાર
અરવલ્લી જિલ્લામાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો છે . શામળાજી નજીક આવેલા રંગપુર સેલટેક્સ ગ્રાઉન્ડ ખાતે દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો . બાયડ પ્રાંત વિસ્તારના, ધનસુરા, બાયડ, માલપુર, સાઠંબા, આંબલીયારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલ 40 લાખની કિંમતના ગેરકાયદેસર દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો . દારૂનો નાશ કરવા માટે સંબંધિત વિભાગની મંજૂરી બાદ કરાયો હતો . બાયડ પ્રાંત અધિકારી હાર્દિક બેલણિયા, નાયબ પોલીસ અધિક્ષક કે. જે. ચૌધરી સહિત, ઉચ્ય અધિકારી અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં દારૂ પર બુલટોઝર ફેરવી નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી .