ટ્રાઈએ નેટ ન્યુટ્રાલિટી પર પોતાની ભાલામણો રજુ કરી છે જેમાં કહેવામાં આવ્યુ છે કે ટેલિકોમ કંપનીઓ એ ભેદભાવ વગર એક્સેસ આપવુ પડશે. કંપનીઓ કોઈની પણ સ્પિડ ધટાડી કે વધારી નહી શકે. આ ભલામણમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે ટેલિકોમ કંપનીઓ કરાર કરીને નેટ સેવાઓ આપે.
ટ્રાઈએ નેટ ન્યુટ્રાલિટી પર અભિપ્રાય આપતા લાયસન્સ એગ્રિમેન્ટમાં સંશોધનની પણ ભલામણ કરી છે. ટ્રાઈનું કહેવું છે કે સર્વિસ પ્રોવાઈડર સેવા ઉપલબ્ધ કરાવવામાં ભેદભાવ ન કરી શકે, તેમણે બધાને એક સરખુ કંટેટ ઉપલબ્ધ કરાવવુ જોઈએ. ટ્રાઈ અનુસાર ઈન્ટરનેટ ઓફ થિંગ્સ નેટ ન્યુટ્રાલિટીમાં સમાવેશ થાય છે. કંપનીઓ સ્પિડ ઘટડી કે વધારી નથી શકતી.
કોઈ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર નિયમોનુ ઉલ્લંઘન ન કરે તેના માટે ટ્રાઈએ એક મોનિટરિંગ કમિટી બનાવવાની ભલામણ કરી છે. આ કમિટી નિયમોનુ ઉલ્લંધનની તપાસ પણ કરશે. કેન્દ્ર સરકાર ટ્રાઈની ભલામણોના આધાર પર નેટ ન્યુટ્રાલિટી પર પોલિસી બનાવશે