ભારતીય ક્રિકેટ ટીમ, દક્ષિણ આફ્રિકા સામેની એક પડકારજનક વન-ડે ઈન્ટરનેશનલ શ્રેણી રમવા સજ્જ છે. શુક્રવારે જોહાનિસબર્ગ પહોંચી ટિમ ઇન્ડિયાએ તીવ્ર નેટ પ્રેક્ટિસ સત્ર સાથે આગામી મેચોની તૈયારી કરી છે.
જોહાનિસબર્ગ પહોંચી ટિમ ઇન્ડિયાએ નેટ પ્રેક્ટિસ કરી પરસેવો પાડ્યો: રોહિત શર્મા, વિરાટ કોહલી અને શુભમન ગિલને આરામ અપાયો
સ્પિનર્સ અક્ષર પટેલ અને યુઝવેન્દ્ર ચહલ, ઝડપી બોલર અર્શદીપ સિંહ અને કેપ્ટન કેએલ રાહુલ એવા ખેલાડીઓમાં હતા જેઓ નેટમાં પરસેવો પાડતા જોવા મળ્યા હતા, અને દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી માટે તેમની રમતને ફાઇન ટ્યુનિંગ કરતા જોવા મળ્યા હતા. સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળની લડાયેલી ટી20આઈ શ્રેણી, જે 1-1થી ડ્રોમાં સમાપ્ત થઈ, હવે ટિમ ઇન્ડિયાએ વન-ડે સિરીઝ પોતાના નામે કરવા ગઈકાલે નેટ પ્રેક્ટિસ કરી પરસેવો પાડ્યો હતો.
વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમમાં કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર જેવા અનુભવી ખેલાડીઓની વાપસી જોવા મળી રહી છે. જો કે, નિયમિત કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ જેવા નોંધપાત્ર નામો વનડે લાઇનઅપમાંથી ગેરહાજર છે. ટીમમાં રિંકુ સિંહ, સાઈ સુદર્શન, સંજુ સેમસન અને રજત પાટીદાર જેવા આશાસ્પદ યુવાનોનો પણ સમાવેશ થાય છે. શુભમન ગિલને વનડે માટે આરામ આપવામાં આવ્યો છે.
ત્રણ વન-ડે માટેની ભારતીય ટિમ
રુતુરાજ ગાયકવાડ, સાંઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકુ સિંહ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (સી) (વિ.), સંજુ સેમસન (વિ.), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, અવેશ ખાન , અર્શદીપ સિંહ, દીપક ચહર