ગોંડલ તાલુકાના નાના સખપર ગામે વાડીમાં પાકને નુકશાન થતું અટકાવવા ખેડુતે લગાવેલી ફેન્સીંગ વીજ તારને ભુલથી અડી જતાં માસુમ ભાઇ-બહેનના મોત નિપજયાના બનાવમાં મૃતકના માતાએ પતિ અને ભાગીયુ જમીન વાવતા શખ્સ સામે સુલતાનપુર પોલીસ મથકમાં મનુષ્ય સાપરાધ વધની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
ભાગીયુ રાખતા યુવક અને મૃતકના પિતા સામે સાપરાધ મનુષ્ય વધનો નોંધાતો ગુનો
વધુ વિગત મુજબ ગોંડલ નજીક નાના સખપર ગામે ધીરુભાઇ ગોગનભાઇ પટોડીયાની વાડીએ રહી મજુરી કામ કરતા અને મુળ એમ.પી. ની લતાબેન નરેશીભાઇ સોલંકીએ પતિ નરેશ લોહીરીયા સોલંકી અને જમીન ભાગીયુ રાખનાર ભાવેશ કાળુ ઠુંમર સહિતની બેદરકારીથી બે બાળકોના વાડીની ગેરકાયદેસ ફેન્સીંગ વીજ તારને અડી જવાથી મોત નિપજતા ગુનામાં બન્ને શખ્સો સામે મનુષ્ય સાપરાધ વધની કલમ હેઠળ ગુનો નોંઘ્યો છે.
પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે નાના સુખપર ગામ ધીરુભાઇ ગોગનભાઇ પટોડીયાની ભાવેશ ઠુંમરે વાડી ભાગીયુ રાખી હતી. પાકને પશુઓ દ્વારા નુકશાન કરાતું હોવાથી બચાવવા માટે જેની ચાલુ બંધ કરવાની જવાબદારી શ્રમિક નરેશ સોલંકીની હતી પરંતુ તે વીજ પ્રવાહ બંધ કરવાનું ભુલી જતા તેના સંતાન પાયલ (ઉ.વ.6), અને પ્રવિણ (ઉ.વ.3) સહિત બન્ને ભાઇ-બહેન રમતા રમતા વીજ પ્રવાહને અડી જતા બન્ને મોત નિપજયા હતા. પોલીસે ભાગીયુ જમીન વાવતા યુવાન અને શ્રમિક સહિત બન્ને સામે ગુનો નોંધી વિશેષ તપાસ પી.એસ.આઇ. ડી.પી. ઝાલા સહિતના સ્ટાફ દ્વારા ચલાવવામાં આવી રહી છે.