Tata Nexon અને Punch બંને ભારતીય કાર બજારમાં ખૂબ લોકપ્રિય છે. નેક્સોનને વર્ષ 2017માં જ્યારે પંચને 2021માં લોન્ચ કરવામાં આવ્યું હતું. પંચે ભારતીય કાર બજારમાં ખૂબ જ ઝડપથી પોતાની ઓળખ બનાવી છે. હાલમાં, સ્થિતિ એ છે કે નેક્સોન અને પંચ ટાટા મોટર્સની બે સૌથી વધુ વેચાતી કાર છે અને આ બે કાર છે જેણે નવેમ્બર 2023માં ટોપ-20 સૌથી વધુ વેચાતી કારની યાદીમાં સ્થાન મેળવ્યું છે.

નેક્સોન પહેલાથી જ ટાટા મોટર્સની ટોપ સેલિંગ કાર રહી છે. પરંતુ, હવે ગયા નવેમ્બરમાં પંચનું વેચાણ પણ લગભગ ટાટા નેક્સનની બરાબરી પર પહોંચી ગયું છે. આ બંનેના વેચાણના આંકડામાં બહુ ઓછો તફાવત જોવા મળ્યો છે. નવેમ્બર 2023માં ટાટા નેક્સનના 14,916 યુનિટ્સનું વેચાણ થયું હતું જ્યારે નવેમ્બર 2022માં 15,871 યુનિટ્સનું વેચાણ થયું હતું. તે જ સમયે, નવેમ્બર 2023માં ટાટા પંચના 14,383 યુનિટ્સનું વેચાણ થયું હતું જ્યારે નવેમ્બર 2022માં 12,131 યુનિટ્સનું વેચાણ થયું હતું.

એટલે કે વાર્ષિક ધોરણે પંચના વેચાણમાં વધારો થયો છે અને નેક્સોનના વેચાણમાં ઘટાડો થયો છે. આ આંકડાઓ સાથે, Tata Nexon નવેમ્બર મહિનામાં સૌથી વધુ વેચાતી SUV હતી અને Tata Punch બીજી સૌથી વધુ વેચાતી SUV હતી.

ટાટા નેક્સન

Nexonની કિંમત 8.10 લાખ રૂપિયાથી લઈને 15.50 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) વચ્ચે છે. તેમાં 10.25-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ ડિસ્પ્લે, 10.25-ઇંચ ફુલ ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, વાયરલેસ ફોન ચાર્જિંગ અને ક્રુઝ કંટ્રોલ જેવી સુવિધાઓ છે. તેમાં 1.2-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન (120 PS/170 Nm) અને 1.5-લિટર ડીઝલ એન્જિન (110 PS/260 Nm) નો વિકલ્પ છે.

ટાટા પંચ

પંચની કિંમત રૂ. 6 લાખથી રૂ. 9.52 લાખ (એક્સ-શોરૂમ, દિલ્હી) વચ્ચે છે. તેમાં 7.0 ઇંચની ટચસ્ક્રીન સિસ્ટમ, સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ઓટો એસી, ઓટોમેટિક હેડલાઇટ/વાઇપર્સ અને ક્રૂઝ કંટ્રોલ જેવી સુવિધાઓ છે. તે માત્ર એક એન્જિન વિકલ્પ સાથે આવે છે – 1.2-લિટર પેટ્રોલ. તે 86 PS અને 113 Nm જનરેટ કરે છે. તેમાં 5-સ્પીડ મેન્યુઅલ અને AMT ગિયરબોક્સનો વિકલ્પ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.