નેશનલ હાઈવે 27 પર છાશવારે સર્જાતા અકસ્માતો ચિંતાનો વિષય બની ગયા છે. આગામી વર્ષ 2030 સુધીમા માર્ગ અકસ્માતથી થતા  માનવ મૃત્યુંના દરમાં 50 ટકાનો   ઘટાહો  કરવાનો  લક્ષ્યાંક  રાખવામાં આવ્યો છે.

પોલીસ કમિશ્નર  રાજુ ભાર્ગવના અધ્યક્ષસ્થાને તાજેતરમાં શહેર માર્ગ અને સલામતીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ટ્રાફિકને લગતા પ્રશ્નોમાં રાજકોટ શહેર વિસ્તારમા મુખ્ય પોઈન્ટ પરના સર્કલો નાના કરવા માટે રાજકોટ મહાનગર પાલિકાના દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ સર્કલો પર નવી ડિઝાઇન મુજબ કાર્યવાહી સત્વરે શરૂ કરાવવા અધ્યક્ષ  દ્વારા સૂચના આપવામાં આવી હતી.

રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા ઘટાડવા મુખ્ય ચોકના સર્કલ નાના કરાશે

આ સાથે નેશનલ હાઈ-વે 27 ઉપર અવાર-નવાર ફેટલ માર્ગ અકસ્માત બને છે, જેમા હાલ સિક્સ લેનનુ કામ શરૂ કરવામા આવેલ હોય તથા ફેટલ વિઝિટ દરમ્યાન સૂચવેલ સુધારા મુજબની કાર્યવાહી સમય મર્યાદામા પૂર્ણ કરવા,  રાજકોટ – જેતપુર તરફના તથા રાજકોટ – આટકોટ તરફના નવા થતા રોડના ડિવાઈડર ઉપર બંને સાઈડ ફેન્સીંગ (જાળી) લગાવવા ,સર્વિસ રોડની કામગીરી , માધાપર ચોકડી ખાતે જામનગર રોડ તરફ જતા વાહનો માટે સર્વિસ રોડ માટે જમીન સંપાદનની કામગીરી સત્વરે પૂર્ણ કરાવા  રાજુ ભાર્ગવે સંબંધિત વિભાગના લોકોને સૂચના આપી હતી.

આ સાથે બેઠકમાં અધ્યક્ષ  દ્વારા બ્લેક સ્પોટ પર અકસ્માત ન થાય તે માટે સક્રિયતાથી કામગીરી કરી ટુંકા ગાળાના સુધારા સમય મર્યાદામાં પુરા કરવા તમામ વિભાગને સૂચના આપી, કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયની સૂચના મુજબ વર્ષ 2030 સુધીમાં માર્ગ અકસ્માતોમાં થતા માનવમૃત્યુ પ્રમાણમાં 50% સુધીનો ઘટાડવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં સૌ વિભાગને ગંભીરતાથી અમલવારી કરવા જણાવાયું હતું.

વિવિધ વિભાગ દ્વારા રોડ સેફટી અંગે રોડ, રસ્તા, બ્રિજ સહિતની જગ્યાએ માર્ગદર્શક સાઈનેજીસ, રોડ એન્જીન્યરીંગ સહિતની કરવામાં આવેલી કામગીરી પ્રેઝન્ટેશન દ્વારા રજુ કરાઈ હતી.

આ બેઠકમાં અધિક પોલીસ કમિશનર  વિધિ ચૌધરી, નાયબ પોલીસ કમિશ્નર   પૂજા યાદવ,  ટ્રાફિલ મદદનીશ પોલીસ કમિશ્નર   જે.બી.ગઢવી, આર.ટી.ઓ. અધિકારી  કે.એમ.ખપેડ, શહેર માર્ગ સલામતી કમિટીના  જે.વી. શાહ,  રૂડા, મહાનગરપાલિકા, આર.એન્ડ.બી., એન.એચ.એ.આઈ. એલ.એન્ડ.ટી., 108, ટ્રાફિક શાખાના પોલીસ અધિકારીઓ સહીત વિવિધ વિભાગના અધિકારીઓ જોડાયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.