કચ્છ સમાચાર
કચ્છમાંથી ઓ.પી.એસ. તેમજ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે મોરબી મુકામે પદયાત્રા અને મહાપંચાયતમાં 200 થી વધુ શિક્ષક-કર્મચારીઓ સાથે અંજાર તાલુકા અને નગરના શિક્ષકો પણ જોડાયા હતા . કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ જિલ્લાના 2000 જેટલા અંજાર સહિત શિક્ષક – કર્મચારીઓ મોરબી મધ્યે આંદોલનમાં ઉપસ્થિત રહ્યા હતા .
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- કચ્છ પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા-કચ્છ માંથી આશરે 200 જેટલા અંજાર સહિતના શિક્ષક-કર્મચારી મિત્રોએ મોરબી મુકામે પાંચ કિલોમીટર લાંબી પદયાત્રા કરી મહાપંચાયતમાં ઉપસ્થિત રહી ઓલ્ડ પેન્શન તેમજ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે મહાપંચાયતમાં હાજર પંચને રજૂઆત કરેલ હતી.
ગત વિધાનસભા ગુજરાતની ચૂંટણી પહેલા સરકારશ્રી સાથે થયેલ સમાધાન મુજબના ઓલ્ડ પેન્શન તેમજ પડતર પ્રશ્નોના હજુ સુધી કોઈ નિરાકરણ ના આવતા શિક્ષક તેમજ કર્મચારીઓમાં રોષની લાગણી ફેલાઈ છે, જેથી પોતાની લાગણીઓ અને માંગણીઓને પરિપૂર્ણ કરવા માટે રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા નવમી ડિસેમ્બરના રોજ પદયાત્રા થી મહાપંચાયત નું આયોજન કરેલ હતું, જેમાં કુલ ચાર જિલ્લાઓ રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ અને મોરબીનું મોરબી મુકામે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા- મોરબી દ્વારા આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં અંજાર તાલુકા અને નગર સહિત સમગ્ર કચ્છમાંથી આશરે 2000થી વધુ શિક્ષક- કર્મચારી મિત્રો જોડાયા હતા અને અલગ અલગ સંવર્ગ મુજબ ઓ.પી.એસ. સિવાયના પણ પડતર પ્રશ્નોને પંચ સમક્ષ રજૂ કરવામાં આવેલ હતા. મહાપંચાયતમાં પંચ દ્વારા જુદી જુદી પ્રશ્નોરુપી રજૂઆતને સાંભળ્યા બાદ ઠરાવ પસાર કરી એક આવેદન તૈયાર કરી માનનીય પ્રધાનમંત્રી શ્રી તેમજ મુખ્યમંત્રી શ્રી ને કલેકટરના માધ્યમથી આપવામાં આવેલ હતું. આવી રીતે પંચ દ્વારા શિક્ષક-કર્મચારીઓની લાગણી અને માંગણીને કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર સુધી પહોંચાડવામાં આવી હતી. જો હજુ પણ ઓ.પી.એસ.તેમજ પડતર પ્રશ્નો બાબતે કોઈ ઠરાવરૂપ નિવેડો નહીં આવે તો આગામી સમયમાં રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા વધુ જલદ કાર્યક્રમો આપવામાં આપશે.
આ તકે કચ્છમાંથી પ્રાંત અધ્યક્ષ મૂળજીભાઈ ગઢવી, પ્રાથમિક શૈક્ષિક અધ્યક્ષ રામસંગજી જાડેજા, સરકારી માધ્યમિક અધ્યક્ષ નયનભાઈ વાંઝા, ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, એચ.ટાટ. અધ્યક્ષ ભરતભાઈ, જિલ્લા ઉત્કર્ષ મંડળ પ્રમુખ મનોજભાઇ પાલેકર તેમજ પ્રાથમિક મહામંત્રી રમેશભાઈ ગાગલ, માધ્યમિક ગ્રાન્ટેડ મહામંત્રી ધર્મેન્દ્રભાઇ પરમાર, સરકારી માધ્યમિક મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા તેમજ તમામ તાલુકાઓના અધ્યક્ષ, મહામંત્રી, ક્ચ્છ તેમજ અંજાર તાલુકા અને નગરના જવાબદાર પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં શિક્ષક- કર્મચારી મિત્રો જોડાયા હતા, એવું રાષ્ટ્રીય સંયુક્ત મોરચા કચ્છ સંયોજક અલ્પેશભાઈ જાની ની યાદીમાં જણાવાયું હતુ.