મોટા મવા પાસે રઘુવીર સોસાયટીમાં રહેતા અને નાના મવા રોડ પર બેકબોન હાઇટસ પાસે પાનની દુકાન ધરાવતા ભરવાડ પરિવારની દિકરીના લગ્નના ખર્ચ માટે રાખેલા રુા.3.44 લાખની રોકડની ચોરી થતા ભરવાડ પરિવાર કફોડી હાલતમાં મુકાયો હતો. તાલુકા પોલીસને સીસીટીવી ફુટેજની મદદથી ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી રોકડ રકમ કબ્જે કરી ખરા અર્થમાં પોલીસ ભરવાડ પરિવારની વ્હારે આવતા પોલીસની કામગીરીથી ભરવાડ પરિવાર ગદગદીત થઇ હતો.
તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી રોકડ રકમ કબ્જે કરી પોલીસ ખરા અર્થમાં ભરવાડ પરિવારની વ્હારે આવી
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોટા મવા પાસે રઘુવીર સોસાયટીમાં રહેતા રાણાભાઇ રુપાભાઇ ઝાપડાએ પોતાની નાના મવા રોડ પર બેકબોન હાઇટસ પાસે ગાત્રાડ પાન નામની દુકાનના શટરના તાળા તોડી તસ્કરો રુા.3.36 લાખ રોકડા અને 70 ચાંદીના સિકા મળી રુા.3.44 લાખની ચોરી થયાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. રાણાભાઇ ઝાપડાની મોટી દિકરીના લગ્ન હોવાથી રોકડ રકમ લાવી દુકાને લાવ્યા બાદ દિકરીના લગ્ન સમજવા માટે ધૂન ધોરાજી ગયા હતા. તે દરમિયાન બંધ રહેલી દુકાનના શટરના નકુચા કાપી તસ્કરોએ ચોરી કરી હોવાથી ભરવાડ પરિવાર મુશ્કેલીમં મુકાયો હતો.
તાલુકા પોલીસ મથકના પી.આિ. વી.આર.પટેલ, પી.એસ.આઇ. એફ.એમ.કથીરી સહિતના સ્ટાફે પોલીસની જુદી જુદી ટીમ બનાવી સીસીટીવી ફુટેજની મદદથી ચોરીના ગુનામાં સંડોવાયેલા તસ્કરોને ઝડપી લેવામાં સફળતા મળી છે. તસ્કરો પાસેથી રોકડ રકમ કબ્જે કરી લેતા દિકરીના લગ્ન સમયે કફોડી હાલતમાં મુકાયેલા પરિવારની ખરા અર્થમાં વ્હારે આવતા ભરવાડ પરિવાર પોલીસની કામગીરીથી ગદગદીત થઇ ગયો હતો અને પોલીસની સરાહનીય કામગીરીને બિરદાવી હતી.