નેશનલ હોર્સ ડે
આદિકાળથી માનવ જીવન સાથે પશુ-પક્ષીઓ, વૃક્ષો અને પ્રાણીઓ જોડાયેલા છે. પર્યાવરણના રક્ષક સમા આ પ્રાણીઓ થકી જ માનવ જીવનનો એક શ્રેષ્ઠ વિકાસ થયો છે. આજે નેશનલ હોર્સ ડે છે, ત્યારે તેના સાંસ્કૃતિક, ઐતિહાસિક અને આર્થિક યોગદાનને યાદ કરવાનો દિવસ છે. ગધેડાની જેમ તે બળદની સાથે વગર પગારે કામ કરતું પ્રાણી છે. તે એક અદભૂત જીવ છે, અને આજે વિશ્ર્વમાં તેની 400 થી વધુ પ્રજાતિઓ છે. ઘોડાનું એવરેજ વજન અંદાજે એક હજાર કિલો જોવા મળે છે, તો તેના પગની તાકાત ખુબ જ વધારે હોવાથી તે તેના રક્ષણ માટે કામ આવે છે.
ર004થી રાષ્ટ્રિય કક્ષાએ આ દિવસની ઉજવણી સાથે તેની માનવ જીવન માટે ભજવેલી ભુમિકાને યાદ કરવાનો દિવસ
ઘોડા પાંચ કરોડ વર્ષોથી આ પૃથ્વી પર જીવન જીવી રહ્યા છે: 10 હજાર વર્ષ પહેલા લુપ્ત થયેલા ઘોડા એશિયામાં ત્રણથી ચાર હજાર બી સી વચ્ચે જોવા મળેલ હતા
ઘોડાની સૌથી નાની પ્રજાતિનું વજન 54 કિલો અને ઉંચાઇ 76 સેમી. જેટલી હોય છે. આજે વિશ્ર્વના દરેક દેશમાં ઘોડાનું અસ્તિત્વ જોવા મળે છે. જુથોમાં રહેવા ટેવાયેલા આ સામાજીક પ્રાણી ત્રણથી વીસના ટોળામાં રહેતા જોવા મળે છે.
વૈજ્ઞાનિકોના તારણ મુજબ છેલ્લા પ0 વર્ષોમાં ઘોડા નાના જીવોમાં વિકસિત થયા છે. વિશ્ર્વભરમાં અંદાજે 6 કરોડ ઘોડાઓ છે. તેની દોડવાની ઝડપ એવરેજ 88 કી.મી. પ્રતિ કલાક જોવા મળે છે. ઘોડાઓ એક સમયે લગભગ 360 ડિગ્રી જોવાની ક્ષમતા ધરાવે છે, કારણ કે તેમની આંખો તેમના માથાની બાજુમાં આવેલી છે. જમીન પર રહેલા અન્ય કોઇપણ સસ્તન પ્રાણી કરતા ઘોડાની આંખો મોટી હોય છે.
19મી સદી સુધી તેનું આયુષ્ય 62 વર્ષ ગણાતું પણ આજના યુગમાં તે એવરેજ રપ વર્ષ જીવે છે., તે ઉભા ઉભા સૂઇ શકવાની ક્ષમતા ધરાવે છે. ર004થી આ દિવસ ઉજવાય છે. ત્યારે રાજાશાહી યુગમાં હાથી સાથે ઘોડા યુઘ્ધમાં મહત્વની કામગીરી કરતા હતા. તેઓ પૌરાણિક કાળમાં સંદેશા વ્યવહારમાં પણ મહત્વની કામગીરી કરતા હતા. આજે ઘોડાઓની રેસ સાથે યુવા વર્ગમાં તેને પાળવાનો જબ્બર ક્રેઝ જોવા મળે છે. ઘણી બોલીવુડ, હોલીવુડ ફિલ્મોમાં પણ તેનો મહત્વનો રોલ જોવા મળે છે.
આપણાં સમાજમાં તેની વિવિધ પ્રકારે નોંધપાત્ર ભૂમિકા છે.
ઘોડા આપણી પૃથ્વી પર પાંચ કરોડ વર્ષોથી જીવન જીવે છે. સૌ પ્રથમ ઘોડાઓ ઉત્તર અમેરિકામાં ઉદભવ્યા હતા. જે અમેરિકાના ઉત્તર વિભાગ છોડીને લગભગ દશ હજાર વર્ષ પહેલા લુપ્ત થઇ ગયા હતા.