પીજીવીસીએલ કંપનીના મેનેજીંગ ડીરેક્ટરની સુચના અનુસાર વીજ બચત અને વીજ સલામતી અંગે સમાજમાં બહોળા પ્રમાણમાં જન જાગૃતિ આવે તે હેતુથી તથા ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોત તરીકે વીજળી વગર આધુનિક વિકાસ શક્ય નથી તેની સમજ, જાણકારી તથા જાગૃતિ દરેક સ્તરના લોકોને આવે તે ઉદેશથી માહે ડીસેમ્બર – 2023 દરમ્યાન ‘ઉર્જા માસ’ ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે.
પર્યાવરણની સુરક્ષા તથા નાણાની બચત માટે વીજળીનો શક્ય તેટલો ઓછો ઉપયોગ કરવા તેમજ બિનપરંપરાગત ઉર્જા તરફ વળવા શહેર વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર કે.બી. શાહની અપીલ
પીજીવીસીએલની શહેર વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર કે.બી. શાહના જણાવ્યા મુજબ ઉર્જા એ જીવન છે અને તેની બચત એક મુખ્યઢ2વ-ત0ફ0 જરૂરિયાત બનેલ છે. ઉર્જા આર્થિક વિકાસની ચાવી છે. લોકોનું જીવન ધોરણ સુધારવા વધુને વધુ ઉર્જાની જરૂર પડે છે. આપણા દેશમાં ઉર્જાની તંગી મોટા પ્રમાણમાં છે. આથી ઉર્જા બચતની અગત્યતા વધે છે. ઉર્જા ક્ષેત્રમાં જરૂરિયાત અને ઉત્પાદન વચ્ચે હંમેશા ગાળો રહેલ છે. અસરકારક વીજ બચતથી આ ગાળો ઓછો કરી શકાય તેમ છે.
ગુજરાત રાજ્યમાં ઉત્પન્ન થતી કુલ વીજળીના મોટાભાગની વીજળી કોલસા જેવા બળતણોમાંથી મેળવવામાં આવે છે. કોલસો 1000-1200 કી.મી. દુરથી મંગાવવો પડે છે. જેના કારણે તેની કિંમત ઉચી થાય છે. કોલસા જેવા બળતણો થકી કરતા વીજ ઉત્પાદનોની પ્રક્રિયાના કારણે પર્યાવરણીય સંતુલન જોખમાય છે. તેના કારણે પ્રદૂષણ વધે છે. વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે. પર્યાવરણ કથળે છે. ઉર્જા બચતના કારણે બળતણ બચે છે અને પર્યાવરણ સુરક્ષિત રહે છે.
શક્ય હોય ત્યાં ને ત્યારે વૈકલ્પિક ઉર્જા સ્ત્રોત્ર વાપરવા જોઈએ. જેમકે સુર્યકુકર, સોલાર વોટર હીટર, બોયોગેસ પ્લાન્ટ, સોલર રૂફટોપ, પવન ચક્કી, સોલાર પાવર પ્લાન્ટ. વપરાશમાં ન હોય તે તમામ ઇલેક્ટ્રિક સાધનોની સ્વીચ બંધ રાખો. આપણી પાસેના વીજ સંચાલિત સાધનોની નિયમિત સર્વિસ કરાવો ને જરૂર પડ્યે મરામત કરાવો, જેથી તેમાં જરૂર કરતા વધારે પડતી ઉર્જા ન વપરાય. ઠંડક મેળવવા વધુને વધુ વૃક્ષો વાવો તો પંખા અને એરકંડિશનની માંગ ઉપર કાપ આવશે. શક્ય હોય ત્યાં સુધી કૃત્રિમ લાઈટને બદલે કુદરતી સૂર્યપ્રકાશ નો ઉપયોગ કરવો. ઘરમાં આછા રંગનો ઉપયોગ કરવો. ગરમ વસ્તુ ફ્રીઝમાં ન રાખવી ઠંડી થાય ત્યારબાદ રાખવી. કુદરતી પ્રકાશ અને ઠંડક મળી રહે તે રીતે આપણા ઘરની ડીઝાઇન કરવી. ગરમીથી બચવા બારીઓ પર જાડા પડદા લગાડવા. અગાસી ઉપર સફેદો લગાડી દઈએ તો ઘર ઠંડુ રહેશે.ગુણવતાસભર ઉપકરણો(આઈએસઆઈ માર્ક) જ વાપરવાનો આગ્રહ રાખવો.
સમાજમાં જાણ્યે અજાણ્યે ઘરની અંદર, ખેતીવાડીમાં, કોમર્શીયલ અને ઔદ્યોગિક હેતુના સ્થળો ઉપર તથા બહારના ભાગે આવેલ ઈલેક્ટ્રીક કંપનીના નેટવર્કમાં અવારનવાર વીજ અકસ્માતના બનાવો બનતા રહે છે. આનાથી વ્યક્તિની જાન પણ જાય છે અથવા ખોડખાપણ ઉભી થાય છે. વીજ અકસ્માતનો ભોગ બનનારના પરિવારજનો તથા ભોગ બનનાર તમામ લોકોને ખુબજ સહન કરવું પડે છે. આથી સમાજના તમામ લોકોએ વીજ અકસ્માત ન થાય તે માટે સચેત થવું પડશે.
વીજ અકસ્માત નિવારણ માટેના સૂચનો
- ઘરના, દુકાનના, કારખાનાના વગેરે તમામ વાયરીંગ ને તથા ફીજ મીટર ને પાણી ન લાગે તેની સાવચેતી લેવી.
- વીજ પ્રસ્થાપનનું ક્યારેય જાતે સમારકામ ન કરવું. અનુભવી ઈલેક્ટ્રીશીયન પાસે જ સમારકામ કરાવવું.
- યોગ્ય ક્ષમતાના ફ્યુઝ અને અર્થ લીકેજ સર્કિટ બ્રેકર(ઊકઈઇ) વાપરવાનો આગ્રહ રાખવો.
- કપડા સૂકવવા માટે કે પ્રાણીઓને બાંધવા માટે વીજળીના થાંભલા કે ધાતુના તારનો ઉપયોગ ન કરવો.
- ભીના હાથે ક્યારેય વીજ ઉપકરણો ચાલુ કે બંધ ન કરવા.
- વીજ લાઈનથી સલામત અંતર રાખવું.
સ્માર્ટ મીટર લગાવવાથી વીજ ગ્રાહકોના લાભો
- વીજ બીલ આપતીવેળા ગ્રાહકે ઘરે ઉપસ્થીત રહેવું નથી પડતું.
- ગ્રાહક પોતે પોતાના રોજીન્દા વીજ વપરાશની માહિતી મોબાઈલ એપ્લીકેસન અથવા વેબ પોર્ટલ ઉપરથી પ્રાપ્ત કરી
- બિન જરૂરી વીજ વપરાશને નિયંત્રિત કરી ઉર્જા બચાવી શકે છે.
- ગ્રાહક પોતાની જરૂરિયાત મુજબ વીજ જોડાણ હંગામી ધોરણે રદ કરાવી શકશે અને પુન:સ્થાપિત કરાવી શકશે.
- ગ્રાહક જેટલું ઈચ્છે તેટલું રીચાર્જ કરાવી શકશે.
- ગ્રાહકે વીજ જોડાણ પુન:સ્થાપિત કરવા માટે કોઈ રીકનેક્શન ચાર્જે ભરવાનો રહેતો નથી.
- સ્માર્ટ મીટરથી વીજ બીલમાં ક્ષતિ રહેવાની સંભાવના નહીવત રહે છે.
- ગ્રાહકના ઘર કે દુકાન બંધ રહેલા હોય તો પણ રીડીંગથી જ વીજ બીલ બને છે.
- ગ્રાહક વીજ બીલ મળ્યા પહેલા જ વીજ બીલની ચુકવણી કરી શકે છે.