સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ બાર એસોસીએશનની પ્રતિષ્ઠા ભરી ચૂંટણીમાં ભાજપ લીગલ સેલે ‘સમરસ’ પેનલને મેદાનમાં ઉતારી છે. જેમાં કેપ્ટન તરીકે સીનીયર જૂનીયરના શિરોમાન્ય એવા કમલેશભાઈ શાહ અને સમગ્ર ટીમ પર ભાજપ લીગલ સેલે કળશ ઉતારી છે.બાર એસો.ની આગામી તા.22 ડિસેમ્બરના રોજ યોજાનાર ચૂંટણીમાં સમરસ પેનલ અને સામે પક્ષે સ્વતંત્ર ઉમેદવારો વચ્ચે જંગ જામવાનો છે. ત્યારે લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલના પ્રમુખ સહિતની ટીમે ‘અબતક’મિડીયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
ભાજપ લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલના ઉમેદવારોએ અબતકના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા સાથે કરી મુક્તમને ચર્ચા
વકીલો બુઘ્ધી જીવીઓ છે, કોણ બારનું ગૌરવ વધારી શકે તે માટે એડવોકેટ્સે મન બનાવી લીધું
મેેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા સાથે સમરસ પેનલના પ્રમુખ પદના ઉમેદવાર કમલેશભાઈ શાહે મુકત મને પ્રશ્ર્નોતરી કરી હતી. જેમાં રાજકોટ બારનો ગૌરવશાહી ઈતિહાસ રહેલો છે. બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા અને સુપ્રિમ કોર્ટ સુધી યોગદાન રહ્યું છે. લાંબા સમયથી કોર્ટ સ્થળાંતરની ચર્ચા ચાલી રહી છે. ત્યારે વકીલો અવઢવમાં હોવાનું ચર્ચાય રહ્યું છે. આપણે મકાન બદલવું હોય ત્યારે ઘણીબધી તકલીફ પડતી હોય છે. જયારે એક જ કેમ્પસમાં મોટાભાગની અદાલતો હોવાથી વકીલોનો સમય બચશે.
વકીલોનો વ્યવસાય પ્રોફેશન હોવાથી અસીલો અને અદાલતની કામગીરી કરતા હોવાથી હેલ્થના ઈસ્યુ બનતા હોય છે. આથી વકીલોને હાઈજેનીક ફૂડ મળી રહે તેવી વ્યવસ્થા નવી કોર્ટ બિલ્ડીંગમાં કરવામાં આવશે. જૂનિયર વકીલો અને તંત્ર વચ્ચે ઘર્ષણ થતુ હોય છે.તેના માટે વર્કશોપ યોજી નાની નાની બાબતોને સાઈટમાં મૂકી સિનિયરોમાંથી બોધપાઠ લેવા જોઈએ.
ભાજપ લીગલ સેલ દ્વારા સમરસ પેનલમાં ક્રિમીનલ, રેવન્યુ, સિવિલ અને આઈ.ટી.ક્ષેત્રે વર્કલાત કરતા નિષ્ણાંત એડવોકેટોની ટીમ બનાવવામાં આવી છે. આથી વકીલોનું હિત જળવાય અને વાહન ગૌરવ વધે તેમજ સૌને સાથે રાખી કામગીરી કરવાનો કોલ આપ્યો છે.
હાલની બોડીના પ્રયાસથી નવ નિર્મિત કોર્ટ બિલ્ડીંગનાં ગ્રાઉન્ડમાં વકીલો માટે સુવિધાભર બાર રૂમ બનાવવા માટે 3.50 કરોડની ગ્રાંટ સરકારમાંથી મંજૂર કરાવવામાં આવી છે. તે બાર રૂમના બિલ્ડીંગમાં જૂનિયર વકીલોને ટેકનોલોજીના યુગમાં જ્ઞાન સાથે માહિતી મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવશે.વકીલો બુધ્ધીજીવી છે. કોને મત આપવો અને કોણ બારનું ગૌરવ વધારી શકે અને કામ કરી શકે તે માટે એડવોકેટોએ મન બનાવી લીધું છે. તેમ અંતમાં કમલેશભાઈ શાહે જણાવ્યું હતુ. આ તકે શહેર ભાજપ લીગલ સેલના સહક્ધવીનર કમલેશ ડોડીયા અને ચેતનાબેન કાછડીયા સહિતના એડવોકેાટો હાજર રહ્યા હતાં.
બાર એસો.ના પ્રમુખ પદના ઉમેદવાર કમલેશભાઈ શાહ
મૂળ ચોટીલાના વતની રાજકોટને કર્મભૂમિ બનાવી રાજકોટમાં વકીલાતના વ્યવસાયમાં પોતાની આગવી ઓળખ ધરાવનાર જૂની પેઢીના સિનિયર ધારાશાસ્ત્રી સ્વ. નટવરલાલ પોપટલાલ શાહના પુત્ર કમલેશભાઈ અને જીજ્ઞેશભાઈ વકીલાતના વ્યવસાયમાં લાંબા સમયથી જોડાયેલા છે.
કમલેશભાઈ શાહનો જન્મ તા.18/4/1964 ના રોજ થયેલો છે. સૌરાષ્ટ્ર હાઇસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ અને ધમસાણિયા કોલેજમાં બી.કોમ. બાદ એ.એમ.પી. ગવર્નમેન્ટ લો કોલેજમાં કાયદાનો અભ્યાસ પૂર્ણ કરી પોતાના પિતાજીની સાથે 1989 થી વકીલાતના વ્યવસાયમાં જોડાયેલા છે 34 વર્ષના લાંબા સમયથી વકીલાતના વ્યવસાયમાં હોવા છતાં શાહ બીનવિવાદાસપદ વ્યક્તિત્વ ધરાવે છે.
વકીલાતના વ્યવસાયની સાથે સાથે બાર એસોસિએશનમાં ઉપપ્રમુખ, જોઈન્ટ સેક્રેટરી અને કારોબારી સભ્ય તરીકે જવાબદારી સંભાળી ચુકયા છે.
વકીલોની સામે પોતાના અંગત , પોલીસના કેસમાં પોલીસ સ્ટેશનમાં અને વિવિધ કોર્ટમાં નિ:શુલ્ક રીતે સહાયભૂત થયા છે.
સંઘ, ભાજપ અને વિહીપમાં સક્રિય રીતે જોડાયેલા છે.
સૌરાષ્ટ્ર – કચ્છ સ્ટોક એક્સચેન્જમાં પાંચ વર્ષ સુધી (પી.આર.) ડાયરેકટર તરીકે જવાબદારી સંભાળી ચુકયા છે.
મહાનગરપાલિકાના સિનિયર લીગલ એડવાઇઝર, જીવન કોમર્શિયલ બેન્ક્ સહિત અનેક સસ્થાઓમાં એડવોકેટ તરીકે કાર્યરત છે. કરુણા ફાઉન્ડેશન સંચાલિત એનીમલ હેલ્પલાઈન , શ્રીજી ગૌશાળા , રાજકોટ , જસદણ , ગોંડલ અને વીંછીયાની પાંજરાપોળમાં માનદ કાયદાકીય સલાહકાર તરીકે કામગીરી કરી રહ્યા છે . અજરામર ઉપાશ્રય , નવકારમંડલ, વૈશાલીનગર દેરાસર, ગોંડલ સ્થાનકવાસી જૈન સંઘ સહિતની સંસ્થાઓમાં સક્રિયતાથી જોડાયેલા છે.
ઢોલરા સ્થિત ‘દિકરાનું ઘર’ વૃધ્ધાશ્રમ અને સદભાવના ટ્રસ્ટ સંચાલિત વૃધ્ધાશ્રમ સાથે જોડાયેલા છે. બીનવિવાદાસ્પ , અનેઅત શત્રુ જેવું વ્યક્તિત્વ છે ધરાવે . સૌને સાથે રાખીને હકારાત્મક દ્રષ્ટિકોણ દાખવીને પરિણામલક્ષી પુરૂષાર્થમાં શ્રધ્ધા ધરાવે છે.
બાર એસો.ની ચૂંટણીમાં ઉપપ્રમુખના ઉમેદવાર સુરેશ ફળદુ
એડવોકેટ સુરેશ ફળદુએ સને 2003થી એડવોકેટ લલીતસિંંહ શાહી સાથે વકીલાતની શરૂઆત કરેલી.
બાર એસોસીએશનની ચૂંટણીમાં ઉપપ્રમુખ પદના દાવેદાર તરીકે નામાંકિત એડવોકેટ સુરેશભાઈ ફળદુએ ઉમેદવારી નોંધાવતા ચૂંટણી રસપ્રદ બની ગયેલી છે. સુરેશભાઈ ફળદુ પાટીદાર એડવોકેટો સાથે તમામ જ્ઞાતીના સીનીયર જુનીયર વકીલો સાથેના આત્મીયતાનાં સંબંધો ધરાવે છે. ઉપપ્રમુખ પદના હોદા ઉપર પ્રથમવાર બાર એસો.માં સેવા આપવા માટે એક તક આપવા માટે તમામ સીનીયર, જુનીયર વકીલ મીત્રો, ભાઈઓ બહેનોને એડવોકેટ સુરેશ ફળદુને એક તક આપી જંગી બહુમતીથી ચૂંટી કાઢવા અપીલ કરેલી છે. ચૂંટણીમાં હરીફ ઉમેદવારો મીત્ર જ હોય છે.તેવી વિચારધારા ધરાવતા સુરેશભાઈ ફળદુ બાર એસો.ની ચૂંટણીમાં ઉપપ્રમુખ પદે ચૂંટી કાઢવા અપીલ કરેલી છે.
ટ્રેઝરર પદના ઉમેદવાર આર.ડી.ઝાલા
અગામી બાર એસો.ની ચુંટણીમાં ભાજપ લિગલ સેલ પ્રેરિત સમરસ પેનલ માંથી ટ્રેઝરર પદના ઉમેદવાર તરીકે રાજેન્દ્રસિંહ ધીરુભા ઝાલા (આર.ડી.- રાજભા) એ ઉમેદવારી નોંધાવેલ છે .
તેઓ છેલ્લા 29 વર્ષથી રેવન્યુ અને સિવિલની પ્રેક્ટીસ કરી રહેલા છે. સીનીયર વકીલ મિત્ર વર્તુળના આગ્રહથી પ્રથમ વખત ચુંટણી લડી રહેલ છે જતું કરવાની ભાવના, ખેલદિલી થતા મિલનસાર સ્વભાવથી સૌનાં દિલ જીતી અને લગભગ તમામ વકીલ સાથે મિત્રતા તથા પારિવારિક સબંધો કેળવેલ છે તેમજ લોયર્સ સ્પોર્ટ્સ ફાઉનડેશન તથા વોઈસ ઓફ લોયર્સ જેવી વિગેરે વકીલઓની સંસ્થા સાથે પ્રથમથી સંકળાયેલ છે અને હાલમાં તમામ વકીલઓ ની સંસ્થા તથા સીનીયર/જુનિયર એડવોકેટ ભાઈ બહેનોનો જીતાડવાના સંકલ્પ સાથે પૂર્ણ સહકાર મળી રહેલ છે.
બારની ચૂંટણીમાં સમરસ પેનલમાંથી લાઈબ્રેરી સેક્રેટરીમાં એડવોકેટ મેહુલ મહેતાએ ઉમેદવારી નોંધાવી
સીનીયર ધારાશાસ્ત્રી હરેશ બી. દવે સાથે વકિલાતની શરૂઆત કરેલી બાલ્યકાળથી સંઘના સ્વયંસેવક અને વિદ્યાર્થી પરિષદમાં જવાબદારી નિભાવેલ સિવિલ અને રેવન્યુ પ્રેકટીસનો બહોળો અનુભવ ધરાવે છે. યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં પેનલ એડવોકેટ તરીકે નાગરીક બેંક લી.ના સરફેસી, આર્બીટ્રેશન સહિતના લીગલ પ્રોસીડીગ્ઝમાં બેંકના લીગલ એડવોકેટ તરીકે કાર્યરત છે.
સેક્રેટરીપદે પી. સી. વ્યાસ ઝંપલાવ્યું
બાર એસો.ની ચૂંટણીમાં ભાજપ લિગલ સેલ પ્રેરિત સમરસ પેનલમાંથી સેક્રેટરીમાં ઉમેદવાર તરીકે પી.સી. વ્યાસએ ઉમેદવારી નોંધાવેલી છે.
ધોરાજી ખાતે શિશુકાળથી જ તે આરએસએસના રંગે રંગાયેલા અને એબીવીપી સક્રિય રીતે ભાગ ભજવી વિદ્યાર્થીઓના પ્રશ્ર્નોનો નિરાકરણ લાવ્યા હતા. અને સ્વ. ચિમનકાકા સાથે વકિલાતના વ્યવસાયનો પ્રારંભ કરેલો. નાના મૌવા સુધરાઈમાં કાઉન્સીલ તરીકે વિજેતા થઈ વિરોધ પક્ષના નેતા તરીક્ે કામગીરી બજાવી હતી. સીનીયર જુનીયર વકીલોના પ્રશ્ર્નોને હંમેશા વાચા આપી તેમજ અનેક સામાજીક સંસ્થાઓ સાથે જોડાયા હતા.
જો.સેક્રેટરી પદે જયેન્દ્ર ગોંડલીયા ઝંપલાવ્યું
બાર એસો.ની ચૂંટણીમાં ભાજપ લિગલ સેલ પ્રેરિત સમરસ પેનલમાંથી જોઈન્ટ સેક્રેટરીમાં ઉમેદવાર તરીકે જયેન્દ્ર ગોંડલીયા એ ઉમેદવારી નોંધાવેલી છે. તેઓ છેલ્લા નવ વર્ષથી વકીલાત ક્ષેત્રે રાજકોટને કર્મભૂમી બનાવી કાર્યરત છે. એડવોકેટ તુલસીદાસ ગોંડલીયા સાથે 2012માં વકિલાતનો વ્યવસાયનો પ્રારંભ કરેલો તાલુકા અને જિલ્લા કાનુની સેવા સતા મંડળ તેમજ જિલ્લા પંચાયત, નાગરીક બેંકના પેનલ એડવોકેટ તરીકે સેવા આપે છે. ક્રિમીનલ ક્ષેત્રે મહત્વના અને ચકચારી કેસોમાં કામગીરી કરેલી છે. સીનીયર એડવોકેટ તુલસીદાસ ગોંડલીયા પાસેથી પ્રમાણિકતા અને કાયદાની તજજ્ઞતા મેળવી ખુબજ સફળતા પૂર્વક વકીલાત કરી છે. સરળ સ્વભાવથી વકીલ વર્તુળમાં તથા સમાજમાં ખુબજ લોકચાહના પ્રાપ્ત કરેલી છે. સામાજીક સંસ્થા સંકળાયેલા છે.
કારોબારી નિકુંજ મહેશભાઈ શુકલ
બાર એસોસીએશનની ચૂંટણીમાં લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલના કારોબારી સભ્ય તરીકે બારના સિનિયર એડવોકેટ સ્વ. ઘનશ્યામભાઈ શુકલના પૌત્ર, સ્વ. અભયભાઈ ભારદ્વાજ અને જયુભાઈ શુકલના ભત્રીજા નિકુંજ શુકલે ઉમેદવારી નોંધાવી છે.
તેઓનો ત્રણ પેઢીથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભાજપા સાથે સંકળાયેલા છે. મહેશભાઈ શુકલના પુત્ર છે.
નિકુંજભાઈ શુકલ શિશુકાળથી જ સંઘના સ્વયંસેવક અને ભાજપા સાથે સંકલાયેલા છે. હાલ એમએસીપી બાર, વોઈસ ઓફ લોયર્સ અને લોયર્સ સ્પોર્ટ ફાઉન્ડેશનમાં પણ કારોબારી સભ્ય છે. તેઓ અનેક સામાજીક સંસ્થા અને બ્રહ્મસમાજમાં સક્રિય છે.
સમરસ પેનલના મધ્યસ્થ કાર્યાલયનું સાંજે ઉદ્ઘાટન
ભાજપ લીગલ સેલના ક્ધવીનર પિયુષ શાહ ક્ધવીનર અને કમલેશ ડોડીયાએ વકીલોને ઉમટી પડવા હાકલ
એસોશીએશન રાજકોટ બાર એસોસિએશનની ચુંટણી આગામી તા. 22 ના રોજ યોજાવા જઈ રહી છે ત્યારે આ ચુંટણીને લગતી કાર્યવાહી તથા તેને લગતા તમામ કાર્યક્રમોને રૂપરેખા આપવા રાજકોટની મધ્યમાં આવેલ વિરાણી હાઈસ્કુલ ખાતે ભા.જ.5. લીગલ સેલ દ્વારા આ ચુંટણીમાં ઉમેદવારી કરનાર સમરસ પેનલના કાર્યાલયનું ઉદ્ઘાટન તા.11ને સોમવારના રોજ સાંજે 6 કલાકે મહાનુભાવોના હસ્તે કરવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં વકીલ આલમ ઉપસ્થિત રહેનાર છે.આ કાર્યક્રમમાં રાજકોટના વકીલો ખુબ બહોળી સંખ્યામાં ઉમટી પડવા ભા.જ.5. લીગલ સેલના સંયોજક પીયુષભાઈ શાહ અને સહસંયોજક કમલેશભાઈ ડોડીયાએ અપીલ કરી છે.
કારોબારી સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવતા રણજીત મકવાણા
બાર એસો.ની ચૂંટણીમાં ભાજપ લિગલ સેલ પ્રેરિત સમરસ પેનલમાંથી કારોબારી સભ્ય પદના ઉમેદવાર તરીકે રણજીત બી. મકવાણાએ ઉમેદવારી નોંધાવેલી છે.
તેઓ છેલ્લા નવ વર્ષથી વકીલાત ક્ષેત્રે રાજકોટને કર્મભૂમી બનાવી કાર્યરત છે. એડવોકેટ જીજ્ઞેશ સભાડ સાથે ક્રિમીનલ ક્ષેત્રે મહત્વના અને ચકચારી કેસોમાં કામગીરી કરેલી છે. સીનીયર એડવોકેટ આર.યુ. પટેલ પાસેથી પ્રમાણિકતા અને કાયદાની તજજ્ઞતા મેળવી ખુબજ સફળતા પૂર્વક વકીલાત કરી છે. સરળ સ્વભાવથી વકીલ વર્તુળમાં તથા સમાજમાં ખુબજ લોકચાહના પ્રાપ્ત કરેલી છે. સામાજીક સંસ્થા સંકળાયેલા છે.
કારોબારી સભ્ય તરીકે ઉમેદવારી કરતા સાગર હપાણી
બાર એસો.ની ચૂંટણીમાં ભાજપ લિગલ સેલ પ્રેરિત સમરસ પેનલમાંથી કારોબારી સભ્ય પદના ઉમેદવાર તરીકે સાગર હપાણીએ ઉમેદવારી નોંધાવેલી છે. પ્રમાણિકતા અને કાયદાની તજજ્ઞતા મેળવી ખુબજ સફળતા પૂર્વક વકીલાત કરી છે. સરળ સ્વભાવથી વકીલ વર્તુળમાં તથા સમાજમાં ખુબજ લોકચાહના પ્રાપ્ત કરેલી છે. સામાજીક સંસ્થા સંકળાયેલા છે.
કારોબારી સભ્ય તરીકે ઉમેદવારી કૌશલ વ્યાસ એ નોંંધાવી
બાર એસો.ની ચૂંટણીમાં ભાજપ લિગલ સેલ પ્રેરિત સમરસ પેનલમાંથી કારોબારી સભ્ય પદના ઉમેદવાર તરીકે કૌશલ વ્યાસએ ઉમેદવારી નોંધાવેલી છે.
તેઓ છેલ્લા નવ વર્ષથી વકીલાત ક્ષેત્રે રાજકોટને કર્મભૂમી બનાવી કાર્યરત છે. પ્રમાણિકતા અને કાયદાની તજજ્ઞતા મેળવી ખુબજ સફળતા પૂર્વક વકીલાત કરી છે. સરળ સ્વભાવથી વકીલ વર્તુળમાં તથા સમાજમાં ખુબજ લોકચાહના પ્રાપ્ત કરેલી છે. સામાજીક સંસ્થા સંકળાયેલા છે.
કારોબારી સભ્ય તરીકે ભાવેશ રંગાણીએ ઉમેદવારી નોંંધાવી
બાર એસો.ની ચૂંટણીમાં ભાજપ લિગલ સેલ પ્રેરિત સમરસ પેનલમાંથી કારોબારી સભ્ય પદના ઉમેદવાર તરીકે ભાવેશ રંગાણીએ ઉમેદવારી નોંધાવેલી છે. પડધરી સરકારી હાઈસ્કુલ શિક્ષણ મેળવી એમ.પી.શાહ લો કોલેજમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વકીલાના વ્યવસાયનો પ્રારંભ કરેલ તેઓ બાર એસો.માં ઉપપ્રમુખ, જોઈન્ટ સેક્રેટરી અને કારોબારી સભ્ય તરીકેની જવાબદારી સંભાળી ચૂકેલા છે. અને ભાજપ પક્ષમાં અને આર.એસ.એસ.માં સક્રિય તરીકે જોડાયેલા છે. મહાપાલીકા અને જીવનબેંકમાં લીગલ એડવાઈઝર તરીકે સેવા આપે છે. પ્રમાણિકતા અને કાયદાની તજજ્ઞતા મેળવી ખુબજ સફળતા પૂર્વક વકીલાત કરી છે. સરળ સ્વભાવથી વકીલ વર્તુળમાં તથા સમાજમાં ખુબજ લોકચાહના પ્રાપ્ત કરેલી છે. સામાજીક સંસ્થા સંકળાયેલા છે.
કારોબારી સભ્ય તરીકે યશ ચોલેરાની ઉમેદવારી
બાર એસો.ની ચૂંટણીમાં ભાજપ લિગલ સેલ પ્રેરિત સમરસ પેનલમાંથી કારોબારી સભ્ય પદના ઉમેદવાર તરીકે યેશ ચોલેરાએ ઉમેદવારી નોંધાવેલી છે. બાલ્યઅવસ્થાથી આર. એસ. એસ. વીહીપ અને ભાજપ સાથે જોડાયેલા છે. રાજુલાના વતની અને હાલ રાજકોટને પોતાની કર્મભૂમી બનાવી નાની ઉમરે વકીલોમાં લોકચાહના મેળવી છે. પ્રમાણિકતા અને કાયદાની તજજ્ઞતા મેળવી ખુબજ સફળતા પૂર્વક વકીલાત કરી છે. સરળ સ્વભાવથી વકીલ વર્તુળમાં તથા સમાજમાં ખુબજ લોકચાહના પ્રાપ્ત કરેલી છે. સામાજીક સંસ્થા સંકળાયેલા છે.
કારોબારી સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવતા અજયસિંહ ચૌહાણ
બાર એસો.ની ચૂંટણીમાં ભાજપ લિગલ સેલ પ્રેરિત સમરસ પેનલમાંથી કારોબારી સભ્ય પદના ઉમેદવાર તરીકે અજયસિંંહ ચૌહાણએ ઉમેદવારી નોંધાવેલી છે. વર્ષ 2004માં વોર્ડ નં. 23માં યુવા ભાજપના ઉપપ્રમુખ તરીકે જવાબદારી સંભાળી ચુૂકેલા છે. ભાજપ પક્ષમાં વફાદારીથી કામ કરે છે. છેલ્લા 19 વર્ષથી ફોજદારી સહિત વકીલાતનો વ્યવસાય કરે છે. સહકારી અને સરકારી બેંકોમાં લીગલ એડવાઈઝર તરીકે સેવા આપને છે. પ્રમાણિકતા અને કાયદાની તજજ્ઞતા મેળવી ખુબજ સફળતા પૂર્વક વકીલાત કરી છે. સરળ સ્વભાવથી વકીલ વર્તુળમાં તથા સમાજમાં ખુબજ લોકચાહના પ્રાપ્ત કરેલી છે. સામાજીક સંસ્થા સંકળાયેલા છે.
કારોબારી સભ્ય તરીકે ઉમેદવારી કરતા રેખાબેન પટેલ
બાર એસો.ની ચૂંટણીમાં ભાજપ લિગલ સેલ પ્રેરિત સમરસ પેનલમાંથી કારોબારી સભ્ય પદના ઉમેદવાર તરીકે રેખાબેન પટેલએ ઉમેદવારી નોંધાવેલી છે.
1999થી વકીલાતનો વ્યવસાયનો પ્રારંભ કરી રેવન્યુ,સીવીલ, ક્રિમીનલ અને ફેમીલી ક્ષેત્રે પ્રેકટીસ કરે છે. અને નાગરીક બેંક અને ડીસ્ટ્રીકટ બેંકમાં લીગલ એડવાઈઝર તરીકે સેવા આપે છે. પ્રમાણિકતા અને કાયદાની તજજ્ઞતા મેળવી ખુબજ સફળતા પૂર્વક વકીલાત કરી છે. સરળ સ્વભાવથી વકીલ વર્તુળમાં તથા સમાજમાં ખુબજ લોકચાહના પ્રાપ્ત કરેલી છે. સામાજીક સંસ્થા સંકળાયેલા છે.