હાલ શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. ત્યારે આ ઠંડીની સીઝનમાં ધ્રાંગધ્રા ના કુડા કચ્છના નાના રણની અંદર હજારો કિલોમીટર કાપીને વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આ રણની અંદર આવતા હોય છે ત્યારે ખાસ કરીને ફ્લેમિંગો, સ્પૂન બિલ,કુંજ,ટિલોર,પેરિગ્રીન
4953 ચોરસ કિમીના એરીયામાં ફેલાયેલા રણની અંદર 102 જાતના અલગઅલગ પક્ષીઓનો જમાવડો
ફાલકન,રણ ચકલી, નાઈટ જાર, ડેમોલિન, જેવા અલગ અલગ જાતના પક્ષીઓ આવેલ છે. આ કચ્છના નાના રણ નો વિસ્તાર બહુ મોટો છે. જે 4953 ચોરસ કિલોમીટર એરિયામાં ફેલાયેલ છે. આ રણ ની અંદર ઠંડીની સીઝનમાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે. અને આ રણ ની અંદર પોતે મહેમાન ગતી માણતા હોય છે.
આ પક્ષીઓને જોવા માટે રાજ્ય તેમજ રાજ્ય અને દેશ બહારથી પણ લોકો મોટી સંખ્યામાં અહીયા આવે છે. અને આ રણની અંદર આવેલ પક્ષીઓ ને જોવા તે એક લહાવો છે લેતા હોય છે. હાલ યુરોપ જેવા દેશોમાં બરફ વધુ હોવાથી આ પક્ષીઓ આ રણ વિસ્તારમાં આવતા હોય છે.જે લગભગ ચાર મહિના જેવું આ વિસ્તારમાં રહેતા હોય છે. જેનું મુખ્ય કારણ તેમને આ જગ્યાએ પૂરતો ખોરાક અમે સલામતી અને વાતાવરણ પણ અનુકૂળ હોવાથી આવે છે. આ પક્ષીઓને કોઈ જાતની તકલીફ ન પડે એમ એ તેમને કોઈ ડિસ્ટબ ન કરે તે માટે અભયારણ્ય દ્વારા પણ કાળજી લેવામાં આવે છે. આ સમયમાં આ રણ ની અંદર હજારો પ્રવાસીઓ રણ ની મુલાકાત લેતા હોય છે. આ વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ સ્થળે આવી રહ્યા છે.