રાજકોટ શહેરના નિર્મલા રોડ પર આવેલા સ્પ્રિંકલ કાફેના માલિકે ભાડુ , કર્મચારીઓનો પગાર ચુકવવા અને પોતાના ધંધા માટે કાફેના પૂર્વ મેનેજરની માતા સાથે રૂ. 13,15 લાખની છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યા અંગેની કાફેના સંચાલક સામે ફરિયાદ નોધવામાં આવી છે.
કાફેનું ભાડુ અને કર્મચારીઓને પગાર કરવાનું કહી કટકે કટકે પૈસા લઈ બુચ મારી દેતા નોંધાતો ગુનો
વધુ વિગત મુજબ મુળ અમદાવાદના હાલ રાજકોટ રૈયા રોડ વૈશાલીનગર શેરી નં.5માં રહેતાવીનિજાબેન જોષી પોરૂથુંર નામની મહિલાએ 150 ફૂટ રીંગ રોડ પર રવિ રેસીડેન્સી માં રહેતો અને નિર્મળા રોડ પર જસ્સીદા પરોઠાની સામે સ્પ્રિંકલ કાફે ચલાવતો મિથુન સુનિલભાઈ વ્યાસ સામે રૂપિયા 13.15 લાખની છેતરપિંડી કર્યા અંગેની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં વિંજાબેને જણાવ્યા પ્રમાણે પુત્ર જોવીન સાથે રહી ઘરકામ કરૂ છુ. પતિ દશેક વર્ષ પહેલા અવસાન થયું છે. આઈ.પી.મીશન સ્કુલમાં શીક્ષક તરીકે નોકરી કરતી હતી. કોરાના બાદ નોકરી છોડી દીધી છે. પુત્ર અગાઉ નીર્મળા રોડ પર આવેલા મીથુન વ્યાસના સ્પ્રિંકલ કાફે નોકરી કરતો હતો. હાલ છ માસથી અમીન માર્ગ પર આવેલ સાઇઝ ઝીરો કાફેમાં નોકરી કરે છે.
જુલાઇ -2022 માં મારો પુત્ર જોવીન સ્પ્રિંકલ કાફેમાં મેજેનર તરીકે નોકરી કરતો હતો ત્યારે તેના શેઠ મીથુનભાઈ વ્યાસને કાફેની જગ્યાનું ભાડું આપવા અને કાફેના કર્મચારીઓનો પગાર ચુકવવા માટે રૂપીયાની જરૂરીયાત હોય પુત્ર જોવીનને પાંચ લાખ રૂપીયાની વ્યવસ્થા કરવાનું કહેતા અમદાવાદ ખાતેના ફ્લેટ ઉપર લોન લેવાનો પ્રયત્ન કરેલો પરંતુ લોન થઈ શકેલી નહી જેથી મીથુનભાઇએ વાત કરેલી કે તમારો વૈજલપુર સવાસ એપાર્ટમેન્ટ ફ્લેટ નં. ડી-12 રવીનગર સ્કુલની બાજુમાં અમદાવાદ ખાતે આવેલ ફ્લેટ વેચીને તેના જે રૂપીયા આવે તે મને આપજો હું તમને તેની બદલે મારે રૈયા ટેલીફોન એક્સ્ચેન્જ પાસે શીવાલીક કોમ્પલેક્ષ ફ્લેટ નં. 101 વાળો આવેલો છે, તે આપીશ તેમ વાત કરેલી જેથી મે મારા અમદાવાદના ફ્લેટનો સાટાખત મીથુનભાઈના મીત્ર ભરતભાઈ બેરીયા જગમાલભાઈ બેરા ને રજીસ્ટર સાટાખત કરી આપેલું જેના સુથી પેટેના રૂ. 5 લાખ જગમાલભાઈએ તેના એકાઉન્ટ માંથી મારા એચ.ડી.એફ.સી. બ્રાન્ચ એકાઉન્ટમાં જમા કરાવેલી જે રૂપીયા પેટીએમ અને એ.ટી.એમ.માંથી ઉપાડી રોકડેથી મીથુનભાઈને આપેલા હતા અને બાદમાં મારા દીકરા જોવીનને મીથુનભાઈએ તેના ધંધામાં મદદ કરવા માટે તેના મીત્ર ભરતભાઈ પાસેથી રોકડા રૂ. 3 લાખ લઇ આવવા જણાવતા જોવીન ભરતભાઈ પાસેથી રોકડા રૂપીયા સાત લાખ લાવી આપેલા તે રૂપીયા મીથુનભાઈને આપેલા હતા.
આમ મળી કુલ રૂ. 13,15 લાખ મીથુનભાઈને આપેલ હોય જે રકમ અવાર નવાર પરત માંગતા હાલ મારી પાસે રૂપીયા નથી થાય ત્યારે તમોને આપી દઇશ તેમ મીથુનભાઈએ જણાવેલું જેથી આ બાબતે મે માર્ચ-2023 માં પોલીસ કમિશ્નર કચેરીએ અરજી આપેલી હતી જેની તપાસ માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં થયેલી ત્યારે મીથુનભાઈ તથા ભરતભાઇ બેરીયા ને બોલાવેલ હતા ત્યારબાદ જગમાલભાઇ
એ આપેલ સુધી પેટેના પાંચ લાખ રૂપીયા તથા ભરતભાઈ પાસેથી રોકડા લીધેલ સાત લાખ રૂપીયા મળી કુલ રૂ. 12 લાખ ભરતભાઇ મારી પાસે માંગતા હોય જેથી મીથુનભાઇ પાસે મે તેમને આપેલ કુલ રૂ. 13,15 લાખ પરત માંગતા તેઓએ ગલ્લા તલ્લા કરી અમને અમારા રૂપીયા પરત આપેલ નહી.
આમ મીથુનભાઇએ મને તથા મારા દીકરા જોવીનને વિશ્વાસમાં લઈ કાફેનું ભાડુ ચુકવવા માટે અને કાફેના કર્મચારીના પગાર તેમજ ધંધામાં મદદ કરવા માટે લીધેલા રૂ.13, 15 લાખ પરત નહી કરી છેતરપીંડી વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ નોધવતા પોલીસે મિથુન વ્યાસ સામે ગુનો નોંધી વિશેષ તપાસ પી.એસ.આઇ જે જાડેજા સહિતના સ્ટાફ ચલાવી રહ્યા છે.