જુનાગઢ તાલુકા પોલીસે ગત રાત્રીના એમ.એલ.એ.નુ બોર્ડ ગાડીમા રાખી ગુજરાત રાજ્યના મંત્રીના અંગત મદદનીશની ઓળખાણ આપી રોફ જમાવતા ઇસમને પકડી પાડી, તપાસ હાથ ધરાય છે, સાબલપુર ચોકડીએ વાહન ચેકીંગની કામગીરીમા હતા. દરમ્યાન હ્યુન્ડાઇ આઇ-10 ફોર વ્હીલ ગાડી રજી.નં. GJ-11-5-6631 નો ચાલક ફોર વ્હીલ ગાડીના ડેસબોર્ડ ઉપર કાચ પાસે જાહેરમાં જોઇ શકાય તે રીતે M.L.A. GUJARAT લખેલ લાલ કલરનુ બોર્ડ લગાવી નિકળતા જે શંકાસ્પદ લાગતા, પોલીસે ફોર વ્હીલ ગાડીના ચાલકને રોકાવી નામ પુછતા પોતાનુ નામ રાજેશ જાદવ હોવાનુ જણાવી પોતે ગુજરાત રાજ્યના મંત્રીના અંગત મદદનીશ હોવાનુ જણાવેલ હોય અને પોતે કોઇ એમ.એલ.એ. નહી હોવાનુ જણાવતા પોલીસે M.L.A. GUJARAT લખેલ લાલ કલરનુ બોર્ડ લગાવી રોફ જમાવતા શખ્સ સામે કાયદેસર કાર્યવાહી કરી, પકડી પાડી, ફરીયાદ દાખલ કરવામા આવેલ છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં એમ.એલ.એ ગુજરાતનું બોર્ડ લગાવી રોફ જમાવતા પકડાયેલ આ શખ્સ જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના સીમાસી ગામનો મૂળ વતની હોવાનું અને હાલમાં જુનાગઢના વાડલા ફાટક પાસે આવેલ ગ્રીન સીટી ખાતે રહેતો હોવાનું ખુલ્યું છે. જુનાગઢ તાલુકા પોલીસે મંત્રીના અંગત મદદનીશ તરીકેનો રોફ જમાવનાર આ શખ્સ સામે નોંધાયેલા ગુનાની તપાસ જુનાગઢ તાલુકા પો.સ.ઇ. એસ.એ. ગઢવી ચલાવી રહેલ છે. અને આ શખ્સે મંત્રીના અંગત મદદનીશ હોવાનો રોફ જમાવી કેટલા તોડ પાણી કર્યા છે ? અને અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ કેમ છે કે કેમ ? તે અંગેની વિશેષ તપાસ અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
વધુ એક ફરિયાદ
પોલીસ માંથી પ્રાપ્ત વિગતો અનુસાર મંત્રીના નકલી અંગત મદદનીશ નો રોફ જમાવતા એમ.એલ.એ લખેલી કાર સાથે જૂનાગઢ પોલીસે પકડી પાડેલા આરોપી રાજેશ જેન્તીભાઇ જાદવ સામે છેતરપિંડી ની વધુ એક ફરિયાદ નોંધાઈ છે, જે ફરિયાદ મુજબ રાજેશ જેન્તીભાઇ જાદવ એ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામના રહેવાસી પરીક્ષીતભાઇ ઉર્ફે પીયુષભાઇ જેન્તીભાઇ મહેતા (ઉ.વ.45) ને જેતપુરની મીના નામની મહિલા સાથે લગ્ન કરાવી આપવાનો વિશ્વાસ આપી, ફરીયાદી પરીક્ષીતભાઇ ઉર્ફે પીયુષભાઇ મહેતા તથા સાહેદને વિશ્ર્વાસમાં લઇ કુલ રૂ. 35,000 લઇ, આરોપી મહિલા મીના સાથે ફરીયાદીના લગ્ન નહી કરાવી આપી કે આપેલ રૂપીયા પરત નહી આપી ફરીયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાની ફરિયાદ થઈ છે.